રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં NDRF-SDRFની 9 ટુકડીઓ સ્ટેન્ડ બાય રખાઇ
સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં 48 ક્લાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીના પગલે રાજ્ય સરકાર સાવચેતીના પગલે સૌરાષ્ટ્રમાંNDRFની ટીમો ઉતારી દેવામાં આવી છે.
છેલ્લા ત્રણ દિવસથી સતત સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે અને સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઇ છે. લોકો ફસાઇ રહ્યા છે તેના રેસ્કયુ કરવામાં આવી રહ્યા છે અને ભારે વરસાદની આગાહીના પગલે નવ જેટલી ટીમો NDRFની તૈનત કરાઇ છે. નર્મદા, કચ્છ, રાજકોટ, ભાવનગર જિલ્લામાં સ્ટેન્ડ બાય રખાઇ છે.
ઉપરાંત વલસાડ, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ અને સુરતમાં એક-એક ટીમ એલર્ટ મોડમાં રાખવામાં આવી છે. જેથી પાણીમાં ફ્સાતા લોકોનું રેસ્કયુ કરી શક્ાય. રાજકોટના ધોરાજીમાં લાઠ અને ભિમોરા ગામે આભ ફાટતા સંપર્ક વિહોણા થયા હતા. આ પાણીની પ્રવાહમાં 9 જેટલા પરીક્ષાર્થીઓ અને એક એસ.ટી.બસ ફસાતા રેસ્ક્યુ ટીમ દ્વારા તેમને સહીસલામ કાઢવામાં આવ્યા હતા. દરિયાઇ વિસ્તારમાં તમામને હેડક્વાર્ટરમાં રહેવા માટે આદેશ અપાયા છે અને કાંઠેNDRF-SDRFની ટીમો મૂકવામાં આવી છે. ભારે વરસાદની આગાહીના પગલે જાનહાની રોક્વા માટે સરકાર અને સ્થાનિક તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે.