9 IAS અધિકારીઓની બદલી, 4ને વધારાનો ચાર્જ
રાજકોટ કલેક્ટર તરીકે ઓમ પ્રકાશ, જૂનાગઢ મ્યુનિ.કમિશનર પદે તેજસ પરમાર
ગુજરાત સરકારે ફરી એકવાર ઉચ્ચ સ્તરના સંચાલન ફેરફાર કરતા 9 IAS અધિકારીઓની બદલી કરી છે, જ્યારે અન્ય 4 અધિકારીઓને વધારાના ચાર્જ આપવામાં આવ્યા છે. આ ફેરફારની સૌથી મહત્વની વાત એ છે કે અશ્વિનીકુમારને હવે રમતગમત, યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્રસચિવ બનાવવામાં આવ્યા છે.
અશ્વિનીકુમાર: હવે સુધી શહેરી વિકાસ અને આવાસ વિભાગના અગ્રસચિવ તરીકે કાર્યરત અશ્વિનીકુમારને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગમાં બદલી કરવામાં આવી છે. અશ્વિનીકુમાર પાસે લેજિસ્લેટિવ એન્ડ પાર્લામેન્ટરી અફેર્સ વિભાગનો ચાર્જ પણ યથાવત રહેશે.
એમ. થેન્નારસન: એમ. થેન્નારસને ખેલકૂદ વિભાગમાંથી બદલી કરીને શહેરી વિકાસ અને આવાસ વિભાગના અગ્રસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
મિલિન્દ તોરવણે: હાલમાં GSPCના મેનેજિંગ ડિરેક્ટર રહી ચૂકેલા તોરવણેએ હવે પંચાયત, ગ્રામ્ય વિકાસ અને આવાસ વિભાગના અગ્રસચિવ તરીકે કામકાજ સંભાળશે. તેઓ પાસે રૂૂરલ ડેવલપમેન્ટના કમિશનર તથા પ્રિન્સિપલ સેક્રેટરીનો ચાર્જ પણ રહેશે, ઉપરાંત GSPCના MD તરીકે પણ યથાવત રહેશે.
પ્રભવ જોશી: રાજકોટના કલેક્ટર તરીકે સેવાઓ આપી રહેલા પ્રભવ જોશીની ટૂરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.
તેજસ પરમાર: મુખ્યત્વે MGVCLના MD તરીકે કામગીરી બજાવનાર પરમારને હવે જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે.
ઓમપ્રકાશ: જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર રહી ચૂકેલા ઓમપ્રકાશ હવે રાજકોટ કલેક્ટર તરીકે જવાબદારી સંભાળશે.
આશિષ કુમાર: પહેલાં પંચમહાલના કલેક્ટર રહેલા આશિષ કુમારને હવે ટ્રાઇબલ ડેવલપમેન્ટના ડિરેક્ટર તરીકે સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે, સાથે ઉ¡ Development Support Agency of Gujarat (DSAG)ના CEO તરીકે પણ વધારાનો ચાર્જ સોંપાયો છે.
સુથાર રાજ રમેશચંદ્ર: ડાંગના આહવાના DDO તરીકે રહેલા રાજ સુથારને હવે નર્મદા જિલ્લાના વિકાસ અધિકારી તરીકે સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે.
અંકિત પન્ન: નર્મદા જિલ્લાના વિકાસ અધિકારી તરીકે રહેલા પન્નુને હવે જામનગર જિલ્લાના વિકાસ અધિકારી તરીકે બદલી કરાયા છે.
વધારાના ચાર્જ આપવામાં આવેલ અધિકારીઓમાં રમેશ ચંદ મીણાને અનાજ અને પુરવઠા વિભાગના અગ્રસચિવ તરીકે કાર્યરત મીણાને પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે. આરંતી કંવરને નાણા વિભાગના ઈકોનોમિક અફેર્સ સચિવ આરંતી કંવરને હવે ખર્ચ વિભાગ (એક્સપેન્ડિચર)નો વધારાનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે. જેનુ દેવનને હાલના સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ અને રજિસ્ટ્રેશન ઈન્સ્પેક્ટર જનરલ જનુ દેવનને હવે MGVCLના MD તરીકેનો વધારાનો ચાર્જ પણ સોંપાયો છે.
આનંદ અશોક પાટીલને ડાંગ આહવાના ટ્રાઇબલ એરીયા સબ પ્લાનના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે કાર્યરત પાટીલને હવે ડાંગના DDO તરીકે વધારાનો ચાર્જ સોંપાયો છે.