રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઈમ્પેક્ટ ફી નિયમ હેઠળ 8859 અરજી આવી: અડધો અડધ નામંજૂર

05:29 PM Feb 14, 2024 IST | Bhumika
Advertisement

સરકારે તા. 17-10-22થી અમલમાં મૂકેલ ઈમ્પેક્ટ ફી કાયદાની મુદતમાં ચાર વખત વધારો કર્યો, છેલ્લી તારીખ 30 જૂન 2024

Advertisement

રાજકોટ શહેરમાં અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો ધમધમી રહ્યા છે. તેવી જ રીતે વર્ષો પહેલા થયેલા ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા માટે રાજ્ય સરકારે તા. 17-10-2022થી ઈમ્પેક્ટ ફી કાયદો ફરી વખત અમલમાં મુક્યો હતો. જેમાં નિયમો અનુસાર વધારાના ગેરકાયદેસર બાંધકામોને નિયત કરેલ ફી ભરી કાયદેસર કરી આપવાની પધ્ધતિ શરૂ કરેલ જેમાં ચાર વખત મુદતમાં વધારો કરવામાં આવ્યો છતાં નિયમોમાં ન આવનાર અડધો અડદ અરજીઓ નામંજુર થઈ હોવાનું મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે. અત્યાર સુધીમાં 8859 અરજીઓ આવેલ છે. જે પૈકી ફક્ત 2644 અરજી મંજુર કરાવમાં આવેલ છે.

મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા તા. 17-10-22થી ઈમ્પેક્ટ ફી કાયદાની અમલવારી શરૂ કરવામાં આવી છે. આ કાયદા હેઠળ અનેક નિયમોનું પાલન કરવાનું હોય છે. જેમાં મુખ્ય માર્ગો ઉપર આવેલ દુકાનો તેમજ ગોડાઉનો દ્વારા આગળ વધારાનું બાંદકામ થયું હોય તો આગળ માર્જીનની જગ્યા નિયમ મુજબ ન મુકવાથી આ દુકાનોમાં થતાં વધારાના બાંધકામોને મંજુરી મળવા પાત્ર નથી તેવી જ રીતે એપાર્ટમેન્ટ અથવા મકાનો તેમજ કોમર્શીયલ એકમોમાં વધારાનું બાંધકામ જો પાર્કિંગ અથવા માર્જિનની જગ્યામાં કરવામાં આવે તો આ બાંધકામની 100 મીટરની ત્રિજિયામાં પાર્કિંગની પ્લોટ અથવા અન્ય જગ્યા દર્શાવવી પડે છે. જેના કારણે શહેરી વિસ્તારમાં ભરચક એરિયામાં આવેલકોમર્શીયલ તેમજ રહેણાકના મકાનોની આજુબાજુ ખાલી પ્લોટ કે અન્ય જગયીઓ ન હોવાના કારણે આ પ્રકારના બાંધકામો ઈમ્પેક્ટ ફી હેઠળ કાયદેસર થઈ શકતા નથી. રાજ્ય સરકાર દ્વારા તા. 17-10-22થી ઈમ્પેક્ટ ફી કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. શરૂઆતમાં તમામ પ્રક્રિયા ઓનલાઈન શરૂ કરવામાં આવી હતી. ફક્ત અરજી થયા બાદ ટીપી વિભાગે સ્થળ તપાસ કરવાની હરહેતી હતી. પરંતુ ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં અરજદારોને મુશ્કેલીઓ પડતી હોવાથી તેમજ લેઆઉટ પ્લાન્ટ અગાઉથી રજૂ કરવાનો હોવાથી તમામ પ્રશ્ર્નો ઓનલાઈનમાં સમસ્યા ઉભી કરતા હતા પરિણામે સરકારે ઓફલાઈન નિયમ અમલમાં મુક્યો હતો. અને ત્યાર બાદ ગેરકાયદેસર બાંધકામ કરનારાઓએ પોતાનું બાંધકામ રેગ્યુલરાઈઝ કરવા માટે અરજીઓ કરવાનું શરૂકર્યુ હતું. તા. 17-10-2022થી શરૂ થયેલ આ યોજનામાં ચાર વખત મુદતનો વધારો થયો છે અને છેલ્લી તારીખ 30 જૂન હોવાથી હજુ આગામી ચાર માસ દરમિયાન ગેરકાયદેસર બાંધકામો કાયદેસર કરવામાટેની અનેક અરજીઓ આવશે તેમ ટીપી વિભાગમાંથી જાણવા મળેલ છે.

ઈમ્પેક્ટ ફી કાયદો અમલમાં આવ્યા બાદ અત્યાર સુધીમાં ઓનલાઈન 3750 અને ઓફલાઈન 5109 અરજીઓ સહિત કુલ 8859 અરજીઓ આવી છે. જે પૈકી ઓનલાઈન 1367 તેમજ ઓફલાઈન 1277 સહિત 2644 અરજીઓ મંજુર કરવામાં આવી છે. તેવી જ રીતે ઓનલાઈન આવેલ અરજીઓ પૈકી 34 ના મંજુર તેમજ ઓફલાઈન આવેલ 54 અરજી નામંજુર કરવામાં આવી છે. જ્યારે નિયમ મુજબનું બાંધકામ ન હોય અથવા સરકાર દ્વારા નિયત કરેલ જગ્યાની ફાળવણી ન થતી હોય અને વિચારણા હેઠળ હોય તેવી ઓનલાઈન 3106 અને ઓફલાઈન 3441 સહિતની 6547 અરજીઓ હાલમાં પેન્ડીંગ રાખવામાં આવી છે. જેનો નિકાલ થઈ શકશે કે નહીં તે ટીપી વિભાગ પણ હજુ જણાવી શક્યું નથી.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement