આરટીઈના પ્રથમ રાઉન્ડમાં 86274 વિદ્યાર્થીઓને પ્રવેશ, 13484 બેઠક ખાલી
બીજા રાઉન્ડ પહેલા શાળા પસંદગીમાં ફેરફારની તક
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) અંતર્ગત ખાનગી સ્કૂલોની 25 ટકા મુજબની કૂલ 93,860 બેઠક સામે પ્રથમ રાઉન્ડમાં 80,376 વિદ્યાર્થીઓએ પ્રવેશ ક્ધફર્મ કરાવતાં કુલ 13,484 બેઠક ખાલી પડી છે. પ્રથમ રાઉન્ડમાં 86,274 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. આમ એલોટમેન્ટ બાદ પણ પ્રવેશ ન મેળવનાર 5,898 વિદ્યાર્થીઓ હવે આરટીઈ પ્રવેશ કાર્યવાહીમાથી બહાર ધકેલાઈ જશે.
એ સિવાયની માન્ય અરજી ધરાવાતા બાળકોને હવે બીજા રાઉન્ડ પહેલા ફરી શાળા પસંદગી અને ફેરફાર કરવાની તક આપવામાં આવશે. એ પછી બીજા રાઉન્ડના પ્રવેશ ફળવાશે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 13,286 વિદ્યાર્થીઓના પ્રવેશ થયા છે. સુરતમાં 13,295માંથી 12,679 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.
શહેર-જિલ્લામાં સૌથી વધુ બાળકોના પ્રવેશ
અમદાવાદમાં 13,286 બાળકોને પ્રવેશ.
સુરતમાં 12,679 બાળકોને પ્રવેશ.
વડોદરામાં 4,526 બાળકોને પ્રવેશ.
રાજકોટમાં 4,226 બાળકોને પ્રવેશ.
બનાસકાંઠામાં 2,007 બાળકોને પ્રવેશ.
ભરૂૂચમાં 2,613 બાળકોને પ્રવેશ.
ગાંધીનગર ગ્રામ્યમાં 2,023 બાળકોને પ્રવેશ.
કચ્છમાં 2,264 બાળકોને પ્રવેશ.
સુરત ગ્રામ્યમાં 2,761 બાળકોને પ્રવેશ.