અજેન્દ્ર ડેરીમાંથી 85 કિલો વાસી પનીરનો જથ્થો જપ્ત
મનપાના ફૂડ વિભાગ દ્વારા આજરોજ કોઠારિયા રોડ ઉપર આવેલ અજેન્દ્ર ડેરીમાં તપાસ કરતા ફ્રિઝમાં સંગ્રહ કરેલ 85 કિલો વાસી પનીરનો જથ્થો મળી આવ્યો હતો. જેનો સ્થળ ઉપર નાશ કરી નમુનો લેબમાં મોકલી પેઢીને નોટીસ આપવામાં આવી હતી તેમજ ખાણી-પીણીના 20 ધંધાર્થીઓને ત્યાં છને લાયસન્સ અંગે નોટીસ અને ચાર સેમ્પલ લઈ લેબમાં મોકલી આપ્યા હતાં.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સોરઠીયાવાડી 6-8 કોર્નર, 80’ રોડ, કોઠારીયા રોડ, રાજકોટ મુકામે આવેલ "અજેન્દ્ર ડેરી ફાર્મ" પેઢીની તપાસ કરતા સ્થળ પર ફ્રિજમાં સંગ્રહ કરેલ પેક્ડ પનીરના જથ્થા પર ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ લેબલીંગ મુજબ મેન્યુ ડેટ, એક્સપાયરી ડેટ, બેચ નંબર વિગેરે જેવી વિગતો દર્શાવેલ ન હોય તેમજ સંગ્રહ કરેલ જથ્થો વાસી જણાતા જાહેર આરોગ્યના હિતાર્થે અંદાજિત 85 કી.ગ્રા. પેક્ડ પનીરનો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ છે, તેમજ પેઢીને સ્થળ પર હાઇજેનીક કન્ડિશન જાળવવા તથા પેક્ડ ખાદ્યચીજો પર કાયદા મુજબ લેબલ પર જરૂૂરી વિગતો દર્શાવવા બાબતે નોટીસ આપવામાં આવેલ તથા પેઢીમાંથી ’પનીર’ નમુનો પૃથ્થકરણ અર્થે લેવામાં આવેલ.
" ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે શહેરના સંતકબીર રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 06 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 17 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ હતી.
ફૂડ વિભાગ દ્વારા નમુનાની કામગીરી દરમિયાન અંબિકા ટાઉનશીપમાં મલ્ટીગ્રેડ ફૂડ પ્રા. લીમીટેડમાંથી અતુલ બેકરીના જીરા ટોસ પેકેટ તેમજ રોયલ કસાટા કેક તથા ચોકલેટ ચિફ્સ કેક અને મીલ્ક ટોસ સહિતના ચાર નમુના લઈ પૃથકરણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતાં.