For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

TRP ગેમ ઝોનમાં લોકોના જીવ બચાવનાર સહિત 83 લોકોનું વહીવટી તંત્ર દ્વારા સન્માન

04:54 PM Aug 16, 2024 IST | Bhumika
trp ગેમ ઝોનમાં લોકોના જીવ બચાવનાર સહિત 83 લોકોનું વહીવટી તંત્ર દ્વારા સન્માન
Advertisement

રાજકોટ જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની લોધિકામાં ઉજવણી: વિકાસ કામ માટે રૂ.25 લાખ અર્પણ કરાયા

78માં રાષ્ટ્રીય પર્વની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી કલેકટરની અધ્યક્ષતામાં લોધિકા ખાતે કરવામાં આવી હતી, જેમાં રંગીલા રાજકોટવાસીઓ દેશભક્તિના રંગે રંગાયા હતા. સ્વતંત્રતા પર્વ નિમિત્તે કલેકટર પ્રભવ જોશી અને નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડે પોલીસ વિભાગની પરેડનું નિરીક્ષણ કર્યું હતું તથા ઉપસ્થિતોનું અભિવાદન ઝીલ્યું હતું. આ રાષ્ટ્રીય પર્વમાં કલેકટરના હસ્તે વર્ષ 1942ની "હિન્દ છોડો" આંદોલનના લીધે 20 માસ જેલની સજા ભોગવેલા સ્વાતંત્ર્ય સેનાની ધીરજલાલ રાવલના પરિજનો અને સ્વતંત્રતા સેનાની છગનભાઈ રાવજીભાઈ કટારીયાના પરિજનોનું ક્લેક્ટરના હસ્તે સુતરની આંટી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. કલેકટરએ લોધિકા તાલુકાના વિકાસ માટે રૂ. 25 લાખનો ચેક પંચાયતને એનાયત કર્યો હતો.

Advertisement

કલેક્ટરના હસ્તે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ટી.આર.પી. ગેમઝોન વખતે લોકોના જીવ બચાવનારા દક્ષ કુંજડીયા, જિલ્લાના રમતવીરો, શાળાના શિક્ષકો તથા ચૂંટણી, આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ સહિતના વિભાગોની અતિપ્રશંસનિય કામગીરી બદલ કુલ 83 વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે સ્ટેજ નીચે ઉતરીને કલેકટરએ દિવ્યાંગ ખેલાડીઓની પાસે જઈને તેમને સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો પર નૃત્ય કરીને ઉપસ્થિત સર્વેમાં દેશભકિતનો જુવાળ જગાવી દીધો હતો. સમૂહ રાષ્ટ્રગાન બાદ કલેકટર અને આમંત્રિતોના હસ્તે કાર્યક્રમ સ્થળે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પાવન પર્વની ઉજવણીમાં અગ્રણી અલ્પેશ ઢોલરીયા, નરેન્દ્ર સિંહ, ધીરુભાઈ સરવૈયા, જી.વી. મિયાણી, મનહરભાઈ બાબરીયા, જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે, એડિશનલ કલેક્ટર જીજ્ઞાશા ગઢવી, એ.સી.પી. રાધિકા ભારાઈ, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.મુછાર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, નગરજનો, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement