ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ધોરણ 10નું 83.08 ટકા પરિણામ જાહેર: આ જીલ્લાનું સૌથી વધુ રિઝલ્ટ આવ્યું

10:25 AM May 08, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

આજે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ધોરણ 10નું રકોર્ડબ્રેક 83.08% પરિણામ આવ્યું છે. આ વર્ષે 0.52% પરિણામ વધુ આવ્યું છે. આ વર્ષે 89.29 ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા બન્યો છે. જ્યારે 72.55 ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો ખેડા છે.

આ વખતે ધોરણ 10ની બોર્ડની પરીક્ષમાં કુલ 746892 વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. જેમાં આન વખતે 83.08% પરિણામ આવ્યું છે. જ્યારે ખેડા જિલ્લાના અંબાવ કેન્દ્રનું સૌથી ઓછું 29.56% પરિણામ આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56% જ્યારે વિદ્યાર્થિનીઓનું 87.24% પરિણામ આવ્યું છે. છોકરાઓએ છોકરી કરતા 7.68% આગળ રહી બાજી મારી છે. 1574 શાળાઓનું પરિણામ 100% આવ્યું હતું. જ્યારે 30%થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 45 જેટલી હતી.

વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org અને વ્હોટ્સએપ નંબર 6357300971 પરથી પરિણામ જાણી શકશો. 27 ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષા યોજાઈ હતી, જેમાં ધોરણ-10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા આપી હતી.

Tags :
10th ResultgujaratGujarat BoardGujarat Board 10th Resultgujarat news
Advertisement
Next Article
Advertisement