તિરૂપતિ સોસાયટીમાં સીડી પરથી પડી જતા 82 વર્ષિય વુદ્ધાનું મોત
05:02 PM Apr 15, 2025 IST | Bhumika
શહેરના કોઠારીયા રોડ પર આવેલી તિરૂપતિ સોસાયટીમાં સીડી પરથી પડી જતા 82 વર્ષિય વૃદ્ધાનું મોત નીપજ્યુ હતુ. જયારે રૈયાધારમાં બિમારી સબબ પ્રૌઢનું મોત નીપજ્યુ છે. તિરૂપતિ સોસાયટી શેરી નં.5/1 માં રહેતા ધોટાબા પોપટભાઇ ઝાલા (ઉ.વ.82) નામના વૃદ્ધા આજે સવારે પોતાના ઘરે સીડી ઉતરતા હતા ત્યારે અકસ્માતે સીડી પરથી પડી જતા માથાના ભાગે ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસડેવામાં આવતા તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. આ અંગે આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
જયારે બીજા બનાવમાં રૈયાધારમાં શાંતિનગર પાસે બંસીધર સોસાયટી શેરી નં.3માં રહેતા લાલજીભાઇ ભીખાભાઇ ડાભી (ઉ.વ.54) નામના પ્રૌઢ બિમારી સબબ બેભાન થઇ જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેમનું મોત નીપજ્યુ હતુ.
Advertisement
Advertisement