પોલીસ ભરતીની લેખિત પરીક્ષામાં 82 ઉમેદવાર ગેરરીતિ કરતા ઝડપાયા
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર આવ્યા છે. LRDનું DV લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. CCTV ચકાસણીમાં 82 ઉમેદવારો ગેરરીતિ કરતા ઝડપાયા હોવાની માહિતી છે. સાથે જ સુરત-આણંદમાં ગેરરીતિ થઈ હોવાનું પણ ધ્યાને આવ્યું છે. લેખિત પરીક્ષામાં ગરબડી કરતા 82 ઉમેદવારો ગેરલાયક ઠેરવ્યા છે. જો કે, ગેરલાયક ઉમેદવારો 3 સપ્ટેમ્બર સુધી મંડળને રજૂઆત કરી શકશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, 15 જુલાઈનાં રોજ લોકરક્ષક કેડરની લેવામાં આવેલી લેખિત પરીક્ષામાં કેટલાક કેન્દ્રમાં ઉમેદવારો દ્વારા ગેરરીતિ કરાઈ હોવાની ફરિયાદ ઉઠતા તપાસ હાથ ધરાઈ હતી. વિવિધ કેન્દ્રોનાં CCTV ફૂટેજની તપાસ કર્યા બાદ ગેરરીતિમાં પકડાયેલ ઉમેદવારોની યાદી હવે જાહેર કરવામાં આવી છે. માહિતી અનુસાર, LRDનું DV લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં CCTV ચકાસણીમાં 82 ઉમેદવારો ગેરરીતિ કરતા ઝડપાયા છે.
માહિતી અનુસાર, તપાસમાં સુરત-આણંદમાં પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતિ થઈ હોવાનું ધ્યાને આવ્યું છે. લેખિત પરીક્ષામાં ગરબડી કરતા 82 ઉમેદવારોને ગેરલાયક ઠેરવ્યા છે. જો કે, ગેરલાયક ઉમેદવારો 3 સપ્ટેમ્બર સુધી મંડળને રજૂઆત કરી શકે છે. જણાવી દઈએ કે 6 ઓગસ્ટના રોજ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેખિત પરીક્ષાનાં પરિણામો જાહેર કરાયા હતા.