For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જાહેર માર્ગો પરથી 81 રેંકડી, 3748 બોર્ડ, બેનરો જપ્ત

05:20 PM Mar 19, 2024 IST | Bhumika
જાહેર માર્ગો પરથી 81 રેંકડી  3748 બોર્ડ  બેનરો જપ્ત
  • 188 પરચુરણ માલસામાન, મંડપ, કમાન, છાજલી જપ્ત કરી 859 કિલો ફળ-શાકભાજીનો નાશ

મનપાના દબાણ હટાવ વિભાગ દ્વારા 24 કલાક ઝુંબેશ હાથ ધરી 81 રેકડી-કેબીન, 3748 બોર્ડ-બેનર, મંડપ છાજલી અને 188 પરચુરણ માલસામાન જપ્ત કરી રૂા. 4.88 લાખનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. તેમજ અલગ અલગ વોકર્સઝોનમાંથી 859 કિલો સડેલા શાકભાજી ફ્રૂટનો નાશ કરવામાં આવ્યો હતો.

Advertisement

મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ.05/03/2024 થી 16/03/2024 દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. મવડી મેઈન રોડ,પુષ્કરધામ મેઈન રોડ,ભીમનગર મેઈન રોડ,રામાપીર ચોકડી, ગુંદાવાડી, જ્યુબેલી માર્કેટ, બજરંગવાડી, જામનગર રોડ,અશોક ગાર્ડેન, બુધવારી, ગાયત્રીનગર મેઈન રોડ, આહીર ચોક પાસેથી રસ્તા પર નડતર રૂૂપ 81 રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી. જ્યોતિનગર,નાણાવટી ચોક,પંચાયત ચોક, ગોવિંદબાગ, નાના મૌવા મેઈન રોડ, આનંદબંગલા ચોક,ખાદીભવન સામે, અર્ટીકા, રવિરત્ન પાર્ક, માધાપર ચોકડી, જામનગર રોડ,કોર્ટ ચોક, ગાયાત્રીનગર, હોસ્પિટલ ચોક, ગરૂૂડગરબી ચોક પરથી જુદીજુદી અન્ય 188 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ. વેસ્ટ ઝોન,પંચાયત ચોક,રામાપીર ચોકડી,પુષ્કરધામ મેઈન રોડ,માધાપર રિંગ રોડ,લક્ષ્મિનગર નાલા પાસેથી 804 કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ હતી. દબાણ હટાવ વિભાગ દ્વારા આજે પુષ્કરધામ મેઈન રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ,નંદનવન,મવડી વિસ્તાર,મટકી ચોક,સ્વામીનારાયાણ ચોક પરથી રૂૂ.3,00,405 મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે. કોઠારીયા રોડ,મોરબી રોડ,ભાવનગર રોડ,કુવાડવા રોડ 80ફુટ રોડ,અર્ટિકા ફાટક,જામનગર રોડ,ટાગોર રોડ,આનંદબંગલા ચોક,મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી રૂૂ.73,500 વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. કાલાવડ રોડ,યુનિ. રોડ ,સ્પિડવેલ ચોક સુધી,સાધુવાસવાણી રોડ,ઢેબર રોડ,જામનગર રોડ,ટાગોર રોડ,રેસકોર્ષ રિંગરોડ, સંતકબીર રોડ પાસેથી 3748 બોર્ડ-બેનર જપ્ત કરેલા છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement