મેંદરડામાં વેપારી બંધુને રિવોલ્વરના નાળચે બંધક બનાવી 81 લાખની લૂંટ
21 કિલો ચાંદી, સોનાના બિસ્કિટ અને રોકડની લુંટ ચલાવી નાસી ગયેલા પરિચિત સહિત ત્રણ શખ્સને પકડી લેવા નાકાબંધી
જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના રાજેસર ગામે ગત રાત્રે સોની વેપારીને બંધ બનાવી રૂા. 81 લાખની લુંટ ચલાવવાની ઘટના બનતા ભારે સનસનાટી મચી જવા પામી છે.મળતી માહિતી મુજબ મેંદરડા તાલુકાના રાજેસર ગામ સોની વેપારી ની દુકાન માંથી રૂૂ 81 લાખ ની મતા ની લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. મેંદરડા ફરીયાદી પોતે તેમજ તેમના મોટાભાઈ બંને ઘરે એકલા ઘરેથી જ સોનાની વેપાર ધંધો કરતા હોય તા. 1ના રોજ રાત્રે ના 9 થી 10 વાગ્યા આસપાસ આરોપી દિપક અશોક જોગિયા (રહે જુનાગઢ વાળો) અવાર નવાર તેમના ઘરે ધંધા ના કામે એમના ઘરે આવતો હોય અને રાબેતા મુજબ મળવા માટે આવેલ અને તેમના ઘરે ચા પાણી પી ત્યારબાદ પૂર્વ આયોજીત કાવતરું રચેલ હોય અને તેમની સાથે બે માણસ બહારથી તાત્કાલિક આવી જતા સોની વેપારી બંને ભાઈઓને છરી તેમજ રિવોલ્વર જેવા હથિયાર થી ધમકાવી અને બંને ભાઈઓને બાંધી ને મોઢામાં ડૂચો મારી તેમનો ફોન પણ ફેકી આરોપીએ તિજોરી તેમજ કબાટ ની ચાવી લઈ સોનાના 8 બિસ્કીટ કુલ વજન 928 ગ્રામ 58 લાખ રૂૂ તથા 21 કિલો ચાંદી તેમની રકમ રૂૂ 14 લાખ 70 હાજર તથા રોકડ 9 લાખ ની લૂટ કરી ટોટલ 81 લાખ 70 હાજર ની મતાની લૂટ કરી આરોપી નીકળી ગયા હતાં. જે બાબતની મેંદરડા પોલીસને જાણ થતા મેંદરડા પોલીસ તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે તપાસ કરી તાત્કાલિક આરોપીને શોધવા માટે સીસીટીવી જેવી તપાસ હાથ ધરી હતી. ઉપલા અધિકારીને પણ આ બાબતની જાણ થતા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા આઇપીએસ પણ ઘટના સ્થળે નિરીક્ષણ કરેલ અલગ અલગ ટીમ તાત્કાલિક જિલ્લા પોલીસને એલર્ટ ટ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
(તસ્વીર : ગૌતમ શેઠ)