સાગઠિયા વિરુદ્ધના ભ્રષ્ટાચાર કેસમાં 800 પાનાનું કોર્ટમાં ચાર્જશીટ રજૂ
તહોમતનામું ફરમાવવા માટે ટૂંક સમયમાં તારીખ નક્કી થશે
રાજકોટ સહિત દેશભરમાં ચકચાર જગાવવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સંડોવાયેલા મનપાના ટીપીઓ સાગઠીયા સામે નોંધાયેલા રૂૂ.28 કરોડના અપ્રમાણસર મિલકતના કેસમાં અદાલતમાં 800 પાનાનું કરવામાં આવ્યું છે અને તોહમત નામો ફરમાવવા માટે આગામી સમયે તારીખ જાહેર કરવામાં આવશે.
રાજકોટમાં કાલાવાડ રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભૂંજયા હતા જે ચકચારી અગ્નિકાંડની ઘટનામાં સંડોવાયેલા રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ મનસુખ સાગઠીયા સહિત 16 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. જેમાં એક આરોપીનું અગ્નિકાંડમાં મૃત્યુ થયું હતું. અગ્નિકાંડ કેસમાં 15 આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરાયા હતા જેમાં ટીપીઓ મનસુખ સાગઠીયા વિરુદ્ધ ચાલતી તપાસમાં મનસુખ સાગઠીયા પાસેથી રૂૂ.28 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી હતી જેથી ટીપીઓ મનસુખ સાગઠીયા વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયા વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાતા તેના પરિવારના સભ્યોએ પણ પોલીસ ધરપકડની દહેશતે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.
જે જામીન અરજીની આગામી 29 મીએ સુનાવણી હાથ ધરવામાં આવશે. પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયા વિરુદ્ધ નોંધાયેલા અપ્રમાણસર મિલકતના ગુનામાં સરકાર દ્વારા સ્પેશિયલ પીપી તરીકે રાજકોટ જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરાની નિમણૂક કરવામાં આવી હતી. અપ્રમાણસર મિલકતના ગુનામાં પૂર્વ ટીપીઓ સાગઠીયા વિરુદ્ધ પૂરતો પુરાવો મળી આવતા એસીબીની ટીમ દ્વારા અદાલતમાં 800 પાનાનું ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. અને ચાર્જશીટના કાગળો આરોપીને પૂરા પાડી દીધાથી ત્હોમતનામું ફરમાવવા માટે હવે પછી કોર્ટ દ્વારા તારીખ જાહેર કરવામાં આવશે.આ કેસમાં સરકાર પક્ષે સ્પે. પી.પી. સંજયભાઈ કે. વોરા રોકાયા છે.