For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિવાળી ઉપર પગારના ફાંફાથી મનપાના 800 ડ્રાઈવર તત્કાલ હડતાલ પર ઉતરી ગયા

04:04 PM Oct 13, 2025 IST | Bhumika
દિવાળી ઉપર પગારના ફાંફાથી મનપાના 800 ડ્રાઈવર તત્કાલ હડતાલ પર ઉતરી ગયા

જૂનો કોન્ટ્રાકટ પૂરો પણ, નવો કોન્ટ્રાકટનો વર્ક ઓર્ડર બાકી હોવાથી પગાર નથી થયો, અધિકારીએ મનામણા કરતાં હડતાલ સમેટી લીધી

Advertisement

રાજકોટ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ હેઠળના ડ્રાઈવર હડતાળ ઉપર ઉતરી ગયા છે કારણ કે કોર્પોરેશન દ્વારા નવો કોન્ટ્રાક્ટ લેવામાં આવ્યો છે પણ વર્ક ઓર્ડર ન આપાયો નથી જેથી ડ્રાઇવરોની હાલત કફોડી થઇ ગઇ છે. દોઢ મહિનાથી કોર્પોરેશન દ્વારા વર્ક ઓર્ડર ન મળતા ડ્રાઇવરોને પગાર મળ્યો નથી. વર્ક ઓર્ડર વગર 800 જેટલા કર્મચારીઓ હાલ કામ કરી રહ્યા છે અને પગાર ન મળતા તમામ ડ્રાઇવર હડતાળ ઉપર ઉતર્યા છે.

રાજકોટ મનપાના ક્ધઝર્વન્સી વિભાગમાં કામ કરતા કોન્ટ્રાક્ટ હેઠળના ડ્રાઈવર એકાએક હડતાળ ઉપર ઉતરી ગયા છે. કોન્ટ્રાક્ટર દ્વારા નવો કોન્ટ્રાક્ટ લેવામાં આવ્યો છે જેનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો નથી અને દોઢ મહિનાથી વર્ક ઓર્ડર વગર અંદાજિત 800 જેટલા ચાલકો કામ કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટર એજન્સી આર કે સિક્યુરિટી દ્વારા કોન્ટ્રાક્ટ લેવામાં આવ્યો છે.

Advertisement

કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવ્યો પણ મનપા સાથે વર્ક ઓર્ડર ન મળ્યો હોવાથી ડ્રાઇવર ને દોઢ મહિનાથી પગાર નથી મળ્યો જેથી પગાર ન મળતા એકાએક આજે તમામ ડ્રાઇવર હડતાળ ઉપર ઉતર્યા છે. હતાં આશરે બે કલાકની હડતાળ બાદ અધિકારીઓએ ઘટતું કરવાની ખાતરી આપતાં હડતાલ સમાપ્તની જાહેરાત કરાઈ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement