For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અલોટમેન્ટ લેટર-શેર સર્ટી.થી મિલકત ટ્રાન્સફરમાં 80% સ્ટેમ્પ ડયુટી માફ

02:02 PM Jun 30, 2025 IST | Bhumika
અલોટમેન્ટ લેટર શેર સર્ટી થી મિલકત ટ્રાન્સફરમાં 80  સ્ટેમ્પ ડયુટી માફ

સરકારે નવો નિર્ણય જાહેર કર્યો, નોન ટ્રેડીંગ કોર્પોરેશન સહિતની સંસ્થા દ્વારા અલોટમેન્ટ અપાય ત્યારે માત્ર 20 ટકા ડયુટી અને દંડ ભરવાનો રહેશે

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નાના અને મધ્યમ વર્ગીય પરિવારો- લોકોને આવાસ તબદીલીઓ માટે ભરવા પાત્ર ડ્યુટીની રકમમાં મોટી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ કરેલા આ મહત્વપૂર્ણ મહેસુલી નિર્ણય અનુસાર સોસાયટી, એસોસીએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી ટ્રાન્સફર માટે ભરપાઈ કરવા પાત્ર સો ટકા ડ્યુટીની રકમ પૈકી 80 ટકા સુધી ડ્યુટી રકમ માફ કરીને માત્ર 20 ટકા જેટલી ડ્યુટી વસૂલ કરવામાં આવશે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 (ક) અન્વયે ભરવા પાત્ર આવી રકમમાં છૂટછાટ અપાશે.

રાજ્ય સરકાર ના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ અધિનિયમ માં કરેલી જોગવાઈઓ ના કારણે મધ્યમ વર્ગના લોકો ઉપર આવા તબદીલી ના કિસ્સાઓમાં જે નાણાંકીય બોજ આવતો હતો તે સમગ્ર વિષયમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આવા નાના મધ્યમ વર્ગીય લોકોની રજૂઆતો પ્રત્યે સંવેદના દાખવીને હકારાત્મક અભિગમ અપનાવ્યો છે. આ સંદર્ભમાં તેમણે કરેલા નિર્ણય અનુસાર હવે મૂળ ડયુટી ના 20 ટકા તથા દંડ ની રકમ મળીને માત્ર લેવાપાત્ર ડયુટી જેટલી જ રકમ વસૂલ કરવામાં આવશે.

Advertisement

આમ રાજ્ય સરકારે મૂળ ભરપાઈ કરવાની થતી સ્ટેમ્પ ડ્યુટીની રકમમાં ઘટાડો કરવાથી ડ્યુટી ઉપરાંત દંડની ગણતરી થતા સુધારેલી જોગવાઈ અગાઉની મિલકત સંબંધે જેટલી ડ્યુટીની રકમ ભરપાઇ કરવાની થતી હતી તેટલી જ રકમ ભરપાઈ કરવાની થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ સકારાત્મક અને નાગરિક હિત કેન્દ્રી અભિગમથી આવા તબદીલીના કિસ્સાઓમાં લોકો ઉપર દંડની રકમનો કોઈ જ વધારાનો નાણાકીય બોજ પડશે નહીં. આ નિર્ણયના અનુસંધાને જારી કરવામાં આવનારા જાહેરનામાની જોગવાઈઓ માત્ર ને માત્ર સોસાયટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટથી કરાયેલી તબદીલીઓ માટે જ લાગુ પડશે.
મુખ્યમંત્રીએ આજે આ અંગે જાહેરાત કરી હતી જેના પગલે હવે સોસાયટીમાં શેર સર્ટીફિકેટના આધારે મિલકતનું ટ્રાન્સફર લેનાર વ્યકિતઓને મોટી રાહત મળશે. અગાઉ 100 ટકા સ્ટેમ્પ ડયુટી વસુલવામાં આવતી હતી.

હવે ફકત 20 ટકા સ્ટેમ્પ ડયુટી અને દંડ ચુકવીને પણ ટ્રાન્સફર કરી શકાશે. જેથી સ્ટેમ્પ ડયુટી ભરવા પર 80 ટકાની છુટ મળી જશે. આ ઉપરાંત આ નિર્ણય એસોસીએશન અથવા તો નોન-ટ્રેડીંગ કોર્પોરેશન દ્વારા અલોટમેન્ટ લેટરથી પ્રોપર્ટી ટ્રાન્સફર પર પણ લાગુ પડશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement