હાર્ટ બ્લોકેજના 100માંથી 80 પેશન્ટને બાયપાસ કે સ્ટેન્ડની જરૂર નથી: ડો.શાહ
5 વર્ષ યુએસએમાં અને 10 વર્ષથી ભારતમાં પ્રેક્ટિસ કરતા ડો.સ્વપ્નિલ શાહનું એટેક નહીં એટેકના ડરથી બચો અભિયાન
આજકાલ બહુ સાંભળવા મળે છે કે નાની ઉંમરે હાર્ટ એટેક આવ્યો. આપણું હ્રદય એવી વસ્તુ છે જે બંધ પડે એટલે મૃત્યુ થાય અને એટલેજ લોકો હાર્ટ એટકેથી ડરે છે. અમદાવાદની લાઇફ સ્ટાઇલ વેલનેસ હોસ્પીટલના એમ.ડી.
ફિઝીશ્યન ડોક્ટર સ્વપ્નિલ શાહ રાજકોટની મુલાકાતે આવ્યા હતા અને જણાવ્યું હતું કે, હાર્ટ બ્લોકેજનાં સ્ટેબલ પેશન્ટની અંદર 100 માંથી 80 લોકોને બાયપાસ કે સ્ટેન્ટની જરૂૂર હોતી નથી.! વિશ્વમાં એન્જીયોગ્રાફિને પ્રાયમરી ઇન્વેસ્ટીગેશન તરીકે ક્યાંય સ્વિકારવામાં આવી નથી. ડો. સ્વપ્નિલ શાહ પાંચ વર્ષ યુએસએ અને 10 વર્ષથી ભારતમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. બાયપાસ કર્યા વગર કે સ્ટેન્ટ મુકાવ્યા વગર હાર્ટ એટેકના દર્દીઓની સારવાર કરવામાં તેઓનું નામ ગુજરાત તેમજ ભારતમાં સૌથી મોખરે છે. ડો. સ્વપ્નિલ શાહે અત્યાર સુધીમાં 5000થી વધુ હાર્ટના દર્દીઓની સારવાર કરીને સાજા કર્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, મારી પાસે 15 ટકા હાર્ટ પમ્પિંગ સાથે આવેલા દર્દીઓનું સારવાર પછી હાર્ટ પમ્પિંગ 35 કે 40 ટકા પહોંચેલું છે.
હાર્ટ બ્લોકેજનાં સ્ટેબલ પેશન્ટની અંદર 100 માંથી 80 લોકોને બાયપાસ કે સ્ટેન્ટની જરૂૂર હોતી નથી. ડો. સ્વપ્નિલ શાહ કહે છે, અમેરિકામાં કરેજ ટ્રાયલ થયો હતો જેમાં 2300 લોકોને ઇન્વોલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 50 ટકા લોકોને સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતા. જ્યારે 50 ટકા લોકોને માત્ર દવા આપવામાં આવી હતી. આ ટ્રાયલ 15 વર્ષ સુધી ચાલી. તેના ઉપરથી પૂરવાર થયું કે, જે લોકોને દવા અપાઈ અને જે લોકોને સ્ટેન્ટ મુકાયું તેમાંથી બંનેમાં મૃત્યુ દર સરખો હતો.
લક્ષણ ઓછું કરવામાં ફાયદો છે પણ જિંદગી બચાવવામાં સ્ટેન્ટનો કોઈ રોલ નથી. જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે ગોલ્ડન અવર એટલે કે જ્યારે એટેક ચાલુ હોય તેના 4 થી 6 કલાક અંદર સ્ટેન્ટ મૂકવામાં આવે તો તે તમારી જિંદગી બચાવે છે. હાર્ટ એટેક બાદ એટલે કે, પામી પ્રોસીઝર સ્ટેબલ લોકોને સ્ટેન્ટની જરૂૂર હોતી નથી. જ્યારે બાયપાસ સર્જરી કોઈ દિવસ ઈમરજન્સીમાં હોતી નથી બાયપાસ સર્જરી હંમેશા પ્રિ-પ્લાન્ડ કરાય છે.
આજે ડરના લીધે લોકો હેલ્થ ચેકઅપની જેમ લોકો ચણા-મમરાની જેમ એન્જોયોગ્રાફી કરાવી રહ્યા છે. જેના લીધે લોકો રૂૂપિયા અને શરીર બંને ખરાબ કરી રહ્યા છે. વારંવાર અથવા બિન જરૂૂરી રીતે એન્જોયોગ્રાફીથી કિડનીને અસર થાય છે. તેમાં વપરાતું રેડિયેશન શરીરમાં જાય છે. તેમાં વપરાતી ડાયનું રિએક્શન થઈ શકે છે. જે રીતે બિનજરૂૂરી બાયપાસ સર્જરી કે સ્ટેન્ટ મુકાવવું જરૂૂરી નથી તેમ બિનજરૂૂરી એન્જોયોગ્રાફીની પણ કોઈ જરૂૂરત નથી. ખોટા ડરથી દૂર રહેવું જોઈએ.
ડો. સ્વપ્નિલ શાહનું અમદાવાદમાં આવેલ ગુજરાતનું એક માત્ર લાઇફ સ્ટાઇલ વેલનેસ સેન્ટર છે જ્યાં નોન ઇન્વેજીવ શસ્ત્રક્રિયા વગર હાર્ટની સારવાર કરવામાં આવે છે. લાઇફ સ્ટાઇલ વેલનેસમાં ગુજરાતના ખૂણે ખૂણેથી તેમજ દેશના વિવિધ રાજ્યોમાંથી લોકો શસ્ત્રક્રિયા વગર હાર્ટની સારવાર માટે આવે છે.
ભારત ઉપરાંત અમેરિકા, આફ્રિકા, લંડન, કેનેડા, દુબઇ, તાઇજેનિયા સહિત વિવિધ દેશોમાંથી પણ દર્દીઓ અહીં હાર્ટની સારવાર માટે આવે છે. લોહીના પ્રવાહમાં ઓક્સિજનની સાંદ્રતામાં વધારો શરીરની કુદરતી સારવાર પ્રક્રિયાઓને વેગ આપે છે. હાયપર બેરિક ઓક્સિજન થેરપીનો ઉપયોગ મગજને લગતી બીમારી જેવીકે, પાર્ક્ધિસન, અલ્જાઇમર, કાનમાં બહેરાશ આવવાની બીમારી, ઓટીજમ કરીને નાના છોકરાઓની બીમારી, ઘા ના રૂૂજાતો હોય તો તેના માટે તે ઉપરાંત જનરલાઇઝ વેલનેસમાં પણ થઇ શકે છે.
14 જેટલી મેડિકલ ક્ધડીશન માટે USADA માન્યતા પ્રાપ્ત છે. સ્વપ્નિલ શાહે જણાવ્યું હતું કે, "અમને આનંદ છે કે હવે અમદાવાદમાં સૌપ્રથમવાર હાઇપરબેરિક ઑક્સિજન થેરાપીનું વૈજ્ઞાનિક અને સમર્થિત રૂૂપમાં સુવિધા ઉપલબ્ધ થઈ છે. ઈજાથી બહાર આવતા લોકો કે દીર્ઘકાળીન રોગોથી પીડાતા હોય, કે પછી સારું સ્વાસ્થ્ય મેળવવાની ઈચ્છા રાખતા હોય એ માટે HBOT એક પાવરફૂલ થેરાપી છે. અમારું ધ્યેય તબીબ જ્ઞાન અને આરોગ્ય ચિંતનને ભેગું કરી લોકોને નવી દિશા આપવાનું છે.
ડો. સ્વપ્નિલ શાહ ગુજરાતના એકમાત્ર એવા ડોક્ટર છે જેના ઇન્ટ્રાગ્રામ, ફેસબુકમાં લાગીમાં ફોલોવર્સ છે. તેઓના વિડિઓ આજે મિલિયનની સંખ્યામાં લોકો જોઈ રહ્યા છે. ડો. સ્વપ્નિલ શાહને તમે ઈન્સ્ટાગ્રામ, કેશબુક ઉપર રોજ મળી શકો છો. તબીબી ક્ષેત્ર અને આરોગ્યની જાળવણી માટે ડો. સ્વપ્નિલ શાફ લાખી લીકીને સોશિયલ મીડિયામાં રોજ નવી નવી અપડેટ આપે છે. વધુ વિગત માટે ડો. સ્વનિલ શાહની સંપર્ક 7383442222 પર કરી શકાય છે.
સંસ્થાઓ સહયોગ આપે તો રાજકોટમાં પણ જાગૃતિ કાર્યક્રમ
ડો.શાહે ગુજરાત મિરર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં ‘દીલની વાતો’ કાર્યક્રમ અંતર્ગત હાર્ટ એટેકથી બચવાના સરળ ઉપાયો તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આવા જ કાર્યક્રમો આગામી સમયમાં સુરેન્દ્રનગર, ભાવનગરમાં યોજવામાં આવનાર છે. રાજકોટમાં પણ કોઇ સંસ્થા સહયોગ આપે તો આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવશે.