જૂનાગઢ પંથકમાં ચોરાયેલ 80 લાખની મતા મૂળ માલિકોને પરત કરાઇ
- પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ યોજાયો: 8 સોનાના બિસ્કિટ અને 21 કિલો ચાંદીના ચોરસા અને રૂ.6.88 લાખ રોકડા આપાયા
જુનાગઢ પોલીસ દ્વારા આયોજિત ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ પોલીસ દ્વારા લોકાભિમુખ અભિગમ સાથેના આ કાર્યક્રમ માં ફરીયાદીને સોનાના બીસ્કીટ નંગ-08 તથા ચાંદીનાં ચોરસા આશરે 21 કિલો તથા રોકડા રૂપીયા રૂપીયા 6,88,300 મળી કુલ કિ.રૂૂ.79,58,300. લાખ નો મુદ્દામાલ તથા મેંદરડા પોલીસ તથા મેંદરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ગુમ થયેલ મોબાઇલ ફોન નંગ-15 કિ.રૂૂ. 1,80,866 લાખના મેંદરડા પોલીસ દ્વારા ભોગ બનનાર લોકોને પરત અપાવતા અરજદારોની આંખો હરખના આંસુથી છલકાઇ હતી.
મેંદરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાજેસર ગામમાં રહેતા સોની જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતુભાઇ વ્રજલાલભાઇ લોઢીયા સોની તથા તેમના ભાઈ તુલસીદાસભાઇને તાજેતરમાં આરોપીઓ દિપક અશોક જોગીયા રહે જુનાગઢ તથા બે અજાણ્યા ઇસમો તેમના ઘરના પ્રવેશ કરી તેઓ બંન્નેને ઢોર માર મારી બંદુક તથા છરીની અણીએ બંધક બનાવી તિજોરીમાં રાખેલ સોનાના બીસ્કીટ નંગ 08 જેમા સોનાના એક બીસ્કીટનું વજન 116 ગ્રામ જેની કિ.રૂૂ. 7,25,000. એમ કુલ સોનાના બીસ્કીટ નંગ-08 કુલ વજન 928 ગ્રામ જેની કુલ કિ.રૂૂ. 58,00,000. તથા હોલમાં આવેલ કબાટમાં રાખેલ યાંદીનાં ચોરસા આશરે 21 કિલો ચાંદીની કિ રૂૂ 14,70,000. તથા રોકડા રૂૂપીયા આશરે નવ લાખ રૂૂપીયા મળી કુલ કિ. રૂૂ.81,70,000 ની લુંટ કરી નાશી ગયેલાનો બનાવ બનેલ જે લુંટ બાબતે મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર થયેલ હોય. ઉપરોકત બનેલ ગુન્હાની ગંભિરતાને ધ્યાને લઇ લુંટમાં સંડોવાયે આરોપીઓને પકડી પાડીને લુંટમાં ગયેલ સંપુર્ણ મુદામાલ રીકવર કરવા જૂનાગઢ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના તથા સીધા માર્ગદર્શન હેઠળ ઉપરોકત બનાવમાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા તેમજ મુદામાલ રીકવર કરવા સુચના આપેલ જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ ના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ ના સ્ટાફના માણસો તાત્કાલીક એકશનમાં આવી બનાવ સ્થળની વીજીટ લઇ અલગ અલગ ટીમો બનાવી બનાવ બનેલ તે વિસ્તાર તથા મેંદરડા અને જૂનાગઢ શહેર વિસ્તારના સીસીટીવી ફુટેઝ તથા ટેકનિકલ સેલ તથા ખાનગી બાતમીદારો મારફતે આરોપીઓ તથા લુંટમાં ગયેલ મુદામાલ શોધી કાઢવા માટે પ્રયત્નો હાથ ધરેલ તે દરમ્યાન ખાનગી બાતમીદારો મારફતે જાણવા મળેલ કે, આ લુંટના આરોપી દિપક જોગીયા સાથે રહેલ બંને અજાણ્યા ઇસમો તેના મિત્રો છે જે પૈકી એક દિલીપ ઉર્ફે કોઢીયો કોળી અને બીજો વિમલ બારોટ હોવાનું જાણવા મળેલ જે દરમ્યાન ટેકનીકલ ટીમના સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફને સંયુકતમાં બાતમી મળેલ કે, આ ત્રણેય ઇસમો હાલ ઉપલેટા તાલુકાના ગણોદ ગામે ભાદર નદીના કાઠે આવેલ નવા બનેલ માતાજીના મંદિર નજીક છુપાયેલ હોવાની શંકા હોય જેથી હકિકત આધારે વહેલી સવારના ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાથે જઇ જેઓને મોટર સાયકલો સાથે રાઉન્ડ અપ કરી લાવી મજકુર ત્રણેય આરોપીઓની અલગ-અલગ ટીમો દ્વારા આગવી ઢબે પુછપરછ કરતા આખરે આરોપીઓ ભાંગી પડી કબુલાત કરેલ કે, હાલ કોઇ કામ ધંધો ચાલતો ન હોય જેના કારણે કરજો થઇ ગયેલ હોય અને કુટુંબની જવાબદારી સંભાળવા તેમજ કામધંધા માટે પૈસાની જરૂૂરીયાત હોય અને આરોપી દિપક સોનીની દુકાનમાં કામ કરતો હોય અને ફરીયાદી જીતુભાઇ તથા તેમના ભાઇ તુલસીભાઇ બંન્ને રાજેસર ગામે એકલા રહેતા હોય અને તેમની પાસે સોના તથા ચાંદીનો માલ હોવાનું જાણતા હોય જેથી બનાવના દિવસે જ લુંટ કરવાનો પ્લાન ઘડીને વિરપુર ખાતેથી રમકડાની બંદુક(લાઇટર)ની ખરીદી કરી અને છરી લઇ ત્રણેય જણા ફરીયાદીના ઘરે જ મોકો મળતા બંન્નેને બંદુક તથા છરી બતાવી મુંઢ માર મારી તેમના ઘરમાંજ બાંધી તિજોરીમાંથી સોનાના દાગીના તથા સોનાના બિસ્કીટ તથા ચાંદીના ચોરસા તથા રોકડા રૂૂપીયાની લુંટ કરી લુંટ કરેલ મુદામાલ જૂનાગઢ, ગણેશનગરની બાજુમાં આવેલ ગીરનારના જંગલમાં સંતાડેલ હોવાનું જણાવતા મજકુર આરોપીઓને અટક કરી આરોપી દિપકને સાથે રાખી જૂનાગઢ, ગણેશનગરની બાજુમાં આવેલ ગીરનારના જંગલમાંથી લુંટ કરેલ તમામ મુદામાલ કાઢી આપતા રીકવર કરવામા આવેલ. ત્યારબાદ કોર્ટના હુકમ અન્વયે ફરીયાદીના સોનાના બીસ્કીટ તથા ચાંદીનાં ચોરસા અને રોકડા રૂૂપીયા મળી કુલ રૂૂ.79,58,300.લાખની મતા પરત સોપી આપેલ. પોલીસે મુદ્દા માલ પરત કરતા ભોગ બનનાર મહાજન પરિવારના આંખમાં હરખના આંસુ છલકાયા હતા.
ઉપરાંત મેંદરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અરજદારો (1) પિયુસ જીતેન્દ્રભાઇ (2) નિહારીકાબેન યોગાનંદી (3) જયદીપ પરમાર (4) મુકેશભાઈ વાઘેલા (5) ગૌરીબેન ચાવડા (6) નાથાભાઇ બકોત્રા (7) ચંદ્રેશ મકવાણા (8) નયન સોલંકી (9) નિલેષ દવે (10) આસીફ એ.ઘાંચી (11) રજનીશ પાઘડાળ (12) દિપકભાઇ ટાટમીયા (13) ભુરા ઠાકોર (14) મયુરભાઈ ભાડજા (15) રવિ પરમાર નાઓની મોબાઇલ ફોન ગુમ થયેલ હોવાની અરજીઓ અત્રે મળેલ હોય જે મળેલ અરજીઓ આધારે ટેકનીકલ સોર્ય મારફતે તપાસ કરી કુલ મોબાઇલ નંગ-15 કિ.રૂૂ.1,80,866. નાં ફોન પરત સોપી આપેલ છે.
આમ, મેંદરડા પોલીસ દ્વારા લોકાભિમુખ અભિગમ સાથેના ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ફરીયાદીને નો મુદામાલ તથા મોબાઇલ ફોન પરત સોંપવાની પ્રશંસનીય કામગીરી કરવામા આવી હતી.