સણોસરામાં રમતા રમતા ગબડી પડેલી 8 વર્ષની બાળકીનું મોત
રિધ્ધિ સોસાયટીમાં વૃધ્ધે બીમારીથી કંટાળી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
શહેરની ભાગોળે આવેલા સણોસરા ગામે રહેતા પરિવારની આઠ વષર્ર્ની માસુમ બાળકી રમતા રમતા અકસ્માતે ગબડી પડી હતી. ગંભીર રીતે ઘવાયેલી બાળકીનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટના સણોસરા ગામે રહેતા પરિવારની ફલકબેન મુસ્તુફાભાઈ સેરસીયા નામની આઠ વર્ષની બાળકી પોતાના ઘરે રમતી હતી ત્યારે અકસ્માતે ગબડી પડી હતી. બાળકીનું ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં કુવાડવા રોડ પર આવેલ રિધ્ધી સોસાયટીમાં રહેતાં છગનભાઈ રવજીભાઈ રામાણી નામના 82 વર્ષના વૃધ્ધે બિમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વૃધ્ધના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. મૃતક વૃધ્ધને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.