મોરબીમાં જુગાર રમતા કોંગ્રેસ મહિલા પ્રમુખ સહિત 8 ઝડપાયા
એલસીબીએ કર્મયોગી સાોસાયટીમાં દરોડો પાડી રૂા. 85900નો મુદ્દામાદ જપ્ત કર્યો
મોરબી એલસીબી ટીમે મોરબીના આલાપ રોડ કર્મયોગી સોસાયટી સીલ્વરગુડ એપાર્ટમેન્ટમાં દરોડો પાડી જુગાર રમતા ત્રણ પુરૂૂષ તથા પાંચ મહિલાઓને રોકડા રૂૂપીયા 85,900/-ના મુદામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે આ દરોડામાં મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ પણ ઝડપાયા છે.
મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, ભાવેશભાઇ પ્રવિણભાઇ પટેલ નામનો વ્યક્તિ પોતાના આલાપરોડ કર્મયોગી સોસાયટીમાં આવેલ સીલ્વરગુડ એપાર્ટમેન્ટના બ્લોકનં-304 નંબરના ફ્લેટમાં તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે.
જેને આધારે એલસીબી ટીમે ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા કુલ આઠ વ્યક્તિ જેમાં ભાવેશભાઇ પ્રવિણભાઇ કાસુન્દ્રા (રહે. આલાપરોડ કર્મયોગી સોસાયટી સીલ્વરગુડ એપાર્ટમેન્ટ મોરબી),મૌલીકભાઇ પ્રદિપભાઇ વિરમગામા (રહે.રવાપરરોડ નરસંગ એપાર્ટમેન્ટની બાજુમાં મોરબી),હસમુખભાઇ રણછોડભાઇ વરમોરા (રહે, લીલાપર ગામ તા.જી.મોરબી),લીલાબેન આનંદભાઇ મહાલીયા (રહે. મોરબી શનાળા રોડ ગુ.હા.બોર્ડ મોરબી),હંસાબેન (મોરબી ),વીણાબેન જયંતીભાઇ મેરજા (રહે, મોરબી દલવાડી સર્કલ શ્રીજી સોસાયટી મોરબી),દમયંતીબેન જયેન્દ્રભાઈ નિરંજની (પ્રમુખ,મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ,,રહે. મોરબી દરબારગઢ ચોક જુલતા પુલ પાસે મોરબી ),મનીષાબેન ચંદુભાઇ માકડીયા (રહે. મોરબી-ર ગુ.હા.બોર્ડ પાછળ ભાગ્યલક્ષ્મી સોસાયટી) વાળા અંદરના રૂૂમમાં ગોળ કુંડાળુ વળી જુગાર રમતા હોય જેઓની પાસેથી ગંજીપતાના પાના નંગ-પ2 કિ.રૂૂ.00/00 તથા રોકડ રૂૂ.85,900/- મળી કુલ કિ.રૂૂ.85,900/- ના મુદામાલ સાથે તમામ વિરૂૂધ્ધ જુગાર ધારા કલમ-4,5 મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.