જિલ્લામાં પડી રહેલા વરસાદના કારણે 25 ડેમ પૈકી 8 જળાશયો ઓવરફ્લો થયા
જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલ થી મેઘરાજાનો વધુ એક રાઉન્ડ જોવા મળ્યો હતો, અને ગઈકાલ થી પડી રહેલા વરસાદના કારણે જામનગર જિલ્લાના 25 જળાશયોમાંથી આઠ જળાશયો ઓવરફ્લો થયા છે. જયારે અન્ય પાંચ જળાશયમાં નવા પાણીની આવક થઈ છે. ગઈકાલથી પડી રહેલા વરસાદના કારણે જામનગર નજીક આવેલો સપડા ડેમ કે જે ગઈકાલના વરસાદથી ઓવરફ્લો થઈ ગયો છે. તે ઉપરાંત રસોઈ-2 ડેમ કે જે અનગેટેડ છે, તે ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે, અને ડેમની પાળી પરથી પાણી પસાર થઈ રહ્યું છે.
ત્યારબાદ ઉંડ-4 ડેમ, તેમજ ડાઇમીણસાર અને વાગડિયા ડેમ કે જે ત્રણેય ડેમ પણ અનગેટેડ છે, અને તે ડેમ પણ પુરા ભરાઈ ગયા છે. અને ઓવરફલો થઈ રહ્યા છે. આ ઉપરાંત ઉમિયા સાગર ડેમ માં પાણી નો વધુ જથ્થો આવી ગયો હોવાથી ડેમના 4 પાટીયા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે, અને ડેમની સપાટી જાળવવામાં આવી છે. જ્યારે વાગડિયા ડેમ અને ઉન્ડ-4 ડેમ કે જે અનગેટેડ છે, અને તે પણ ઓવરફ્લો થઈ ગયા છે. ઉપરાંત અન્ય પાંચ જળાશયોમાં ગઈકાલે નવા પાણીની આવક થઈ છે.