For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધોરાજીમાં 8 લાખ ખાડામાં ગયા, કોંગે્રસનું પોસ્ટર યુદ્ધ

12:03 PM Sep 11, 2024 IST | Bhumika
ધોરાજીમાં 8 લાખ ખાડામાં ગયા  કોંગે્રસનું પોસ્ટર યુદ્ધ
Advertisement

ધોરાજી શહેરમાં રોડ રસ્તામાં ખાડા પૂરવા મામલે ફરી એક વખત રાજકારણ તેજ થયું છે. ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ અને સામાજિક આગેવાનો દ્વારા ધોરાજી શહેરમાં રોડ રસ્તાના ખાડા પુરવાની કામગીરી સામે વેધક સવાલો ઉઠાવતા 100થી વધારે પોસ્ટરો શહેરના જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી સોસાયટીઓ અને રોડ રસ્તા પર લગાવવામાં આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

ધોરાજી શહેરના નબળા રોડ રસ્તા પર ખાડા પુરવાની કામગીરી સંદર્ભે તાજેતરમાં વહીવટી તંત્ર દ્વારા 8 લાખ રૂપિયાના ખર્ચે મોરમ પાથરી ખાડા પૂર્યા હોવાની જનહિતમાં વિવિધ માધ્યમો દ્વારા યાદી પ્રસારીત કરવામાં આવી હતી. જેની સામે ધોરાજી શહેર કોંગ્રેસના આગેવાનો અને સામાજિક આગેવાનોએ ખાડા પુરવાની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભો કર્યો હતો અને ધોરાજી શહેરમાં અલગ અલગ વોર્ડમાં શેરી રસ્તાઓ અને મુખ્ય માર્ગો પર 100 જેટલા બેનરો આગેવાનોના ફોટોગ્રાફ સાથે લગાવવામાં આવ્યા હતા જેમાં લખવામાં આવ્યું હતું કે ‘મોરમ પાથરવાની અદ્રશ્ય કામગીરી’ આઠ લાખના ખર્ચે મોરમ પાથરવામાં આવી હોય તો તેના ઘર પાસે ખાડા પુરાયા ? ઉપરાંત રોડના ખાડા પૂરાયા કે કોન્ટ્રાક્ટરના પેટના ખાડા પૂરવામાં આવ્યા? આ પ્રકારના સવાલો ઉઠાવતા બેનરો લગાવવામાં આવ્યા હતા. જે બેનરો એ સમગ્ર શહેરમાં ચકચાર જગાવી હતી ગતરોજ રાત્રીના સમયે લાગેલા બેનેરો સંભવિત તંત્રની સૂચનાથી ઉતારી લેવામાં આવ્યા હોય તેવું સવારે માલુમ પડતાં ધોરાજીના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા ઉગ્ર બની ગયા હતા અને મળતી માહિતી પ્રમાણે અધિકારીઓને ટેલીફોનિક વાતચીત કરી તેઓની સામે ઉગ્ર પ્રતિકાર કરી લલિત વસોયાએ તેમના સ્વભાવ મુજબ ઉગ્રવાણીનો પ્રયોગ કર્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ ઉપરાંત લલિત વસોયાએ પત્રકારોને જણાવેલ કે ધોરાજી શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા લગાવવામાં આવેલા બેનરો અને બેનરમાં ઉઠાવેલા પ્રશ્નો સાચા પ્રશ્નો છે અને તે પ્રશ્નો ઉઠાવવા તે લોકોનો અધિકાર છે આ પ્રકારના બેનર તંત્ર દ્વારા મનસ્વી પડે જો હુકમી કરી ઉતારી લેવામાં આવે તે ગેર વ્યાજબી છે અને તેની સામે અમો ફોજદારી રહે કાર્યવાહી કરીશું તેવું સ્પષ્ટ જણાવ્યું હતું. બેનરો ઉતારી લેવાની ઘટના બાદ લલિત વસોયા એ જાતે જઈ પ્રાંત અધિકારીની કચેરી સામે જાતે જ બેનરો લગાવી તંત્રને ચેલેન્જ આપી હતી.

ધોરાજીમાં રોડ રસ્તા મામલે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા કોઇ નક્કર કાર્યવાહી થતી જણાતી નથી અને તેવા સમયે ધોરાજી કોંગ્રેસે પ્રજાની પીડા સમજી તંત્ર સામે લોકહિત માટે લડાઈ આદરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement