છાસવાલા પેઢીમાંથી 8 કિલો વાસી આઈસ્ક્રીમનો નાશ
ખાણીપીણીના 18 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી, ત્રણને લાઈસન્સ અંગે અપાઈ નોટિસ
રાજકોટ મહાનગરપાલિકાના દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન પ્લેટિનમ આર્કેડ, ગ્રા.ફ્લોર 1-2, કાલાવડ રોડ, રાજકોટ મુકામે આવેલ પટેલ ડેરી પ્રોડક્ટ પ્રા. લી.(છાસવાલા) પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ ફ્રીઝમાં એક્સપાયરી ડેટ વીતેલ વિવિધ ફલેવરના આઇસ્ક્રીમ મળી આવતા કુલ મળીને 08 કિ.ગ્રા. અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ હતી. તેમજ અન્ય 18 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી ત્રણને લાયસન્સ અંગે નોટીસ અપાઈ હતી.
ચેકિંગ દરમિયાન નાગરિક બેન્ક પાસે, 150થ રિંગ રોડ, રાજકોટ મુકામે આવેલ થિરૂમાલા મદ્રાસ કાફે પેઢીની તપાસ કરતા પેઢીને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ. ચેકિંગ દરમિયાન ક્રિષ્ના તીર્થ, ગ્રા.ફ્લોર શોપ નં.5, પુષ્કરધામ પાસે, રાજકોટ મુકામે આવેલ મલ્ટીગ્રેઇન ફૂડ પ્રા.લી. (અતુલ બેકરી) પેઢીની તપાસ કરતા પેઢીને સ્થળ પર પ્રોડક્ટ મુજબ યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ. ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના ડ્રીમ સીટી વાળો રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 18 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 07 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 18 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
મનપા દ્વારા (01)જય રાણીમાં હોટલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)મહાકાળી કોલ્ડડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)પરમ ફાર્મસી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)કૈલાશ જનરલ સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)સુરેશ સ્વીટ માર્ટ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)શ્યામ જનરલ સ્ટોર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)જલારામ ખમણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (08)ક્રિષ્ના માર્ટ (09)જે.બી. સુપર માર્ટ (10)ઝીંઝુરાજ મેડિકલ સ્ટોર (11)પાર્શ્વનાથ જનરલ સ્ટોર (12)આરના લાઈવ આઇસ્ક્રીમ (13)પરિશ્રમ કેક શોપ (14)સદગુરુ અમૂલ પાર્લર (15)મેરીએટ ફૂડ ઝોન (16)ક્રિષ્ના ડેરી ફાર્મ (17)પારસ સ્વીટ માર્ટ (18)શ્રી હરિ જનરલ સ્ટોરની ચકાસણી કરવામાં આવેલ હતી.