અઠવાડિયામાં ડેન્ગ્યુના 8, ટાઇફોઈડના 6 કેસ
મેલેરીયા અને ચિકન ગુનિયાના પણ કેસ નોંધાયા, વાયરસ રોગચાળો-ઝાડા ઉલ્ટી-તાવના દર્દીઓ યથાવત
રાજકોટમાં વાઇરલ રોગચાળા સહિત ગંભીર બિમારીના દર્દીઓમાં વધારો થયો છે. સરકારી અને ખાનગ હોસ્પિટલમાં કેસોનો ભરાવો જોવા મળી રહ્યો છે. શહેરમાં અઠવાડિયામાં ડેન્ગ્યુના આઠ, ટાઇફોડના 6 દર્દીઓ મનપાના ચોપડે નોંધાયા છે. ઉપરાંત મેલેરીયાનો એક, ચિકનગુનિયાના બે દર્દીઓ સામે આવ્યા છે.
જ્યારે શરદી-ઉધરસના 1267, સામાન્ય તાવના 942, ઝાડા-ઉલ્ટીના 196 દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં નોંધાયા છે. ડેન્ગ્યુના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગમાં પણ દોડધામ મચી જવા પામી છે.
રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.25/11/24 થી તા.01/12/24 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ આરોગ્ય કેન્દ્રના આશાવર્કર તથા વી.બી.ડી. વોલેન્ટીયર્સ સહિત ની 360 ટીમો દ્વારા 89,202 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 5640 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે રહેણાક સિવાય અન્ય 602 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂ5લ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 496 અને કોર્મશીયલ 251 આસામીને નોટીસ આ5વામાં આવેલ તથા રૂૂા.6,550/- નો વહિવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે 10ડ્ઢ10ડ્ઢ10 નું સૂત્ર અ5નાવવું. જેમાં પ્રથમ 10 : દર રવિવારે સવારે 10 વાગે 10 મિનિટ ફાળવવી. બીજા 10 : ઘરમાં તથા ઘરની આસપાસના 10 મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ5યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા.
ત્રીજા 10 : આ માહિતી અન્ય 10 વ્યકિતઓ સુધી 5હોંચાડવી. આમ, માત્ર 10 મિનિટ આ5ને તેમજ આ5ના 5રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.