પ્રભાસપાટણના કનકાઇ માતાજીના મંદિર પાસે જુગાર રમતા 8 ઝડપાયા
પ્ર.પાટણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.વી. પટેલની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ પ્ર.પાટણ પોલીસ સ્ટેશનના માણસો પો.સ્ટે.માં વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પો.હેડ.કોન્સ કૃષ્ણકુમારસિંહ કર્ણસિંહ તથા પો.કોન્સ.પીયુષભાઇ કાનાભાઇ તથા કરણસિંહ બાબુભાઇ નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે પ્ર.પાટણ પીપળીની કાદિ કનકાઇ માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગારની રેઇડ કરી જુગારધારા અંગે કાયદેસરની કાર્યવાહી કરી પ્ર.પાટણ પો.સ્ટે.જુ.ધા.કલમ 12 મુજબનો ગુન્હો દાખલ કરી આગળની તપાસ પો.હેડ કોન્સ કે,કે. સોલંકી નાઓ ચલાવી રહ્યા છે. આરોપીઓ 1) અરજણ બીલાભાઈ મેર ઉ.વ.32 ધંધો,ખેતી રહે.બીજ ગામ શીતળામાતાજીના મંદિર પાસે 2) હરેશ લખમણભાઇ બામણીયા ઉ.વ.36 ધંધો. મજુરી રહે.પ્ર.પાટણ પીપળીના કાદિ વિસ્તાર 3) વિજય નારણભાઇ વાઢેર ઉ.વ.33 ધંધો મજુરી રહે.બોળાસ ગામ 4) કલ્પેશ ભગવાનભાઇ ગઢીયા ઉ.વ.28 ધંધો. મજુરી રહે.પ્ર.પાટણ કંસારા કાદિ 5) વરજાંગ દેવાભાઇ ગઢીયા ઉ.વ.34 ધંધો.મજુરી રહે.પ્ર.પાટણ પીપળીના કાદિ 6) રોહિત સરમણભાઇ વાજા ઉ.વ.25 ધંધો મજુરી રહે.નાવદ્રા ગામ મહાકાળીમાના મંદિર પાસે 7) ભીમશી ભીખાભાઇ સોલંકી ઉ.વ.30 ધંધો.મજુરી રહે.નાવદ્રા 8) કાનજી બચુભાઇ ચુડાસમા ઉ.વ.23 ધંધો મજુરી રહે.ઇન્દ્રોય ગામવાળાને મુદામાલ કિ.રૂૂ.21,500 સાથે ઝડપી લીધા હતા. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી.પટેલ સા.ની સુચના મુજબ એ.એસ.આઇ. હિતેષભાઇ નોંઘણભાઇ, કુલદિપસિંહ જયસિંહ , અરજણભાઇ મેસુરભાઇ, કૃષ્ણકુમારસિંહ કર્ણસિંહ, પો.કોન્સ. પીયુષભાઈ કાનાભાઇ, કરણસિંહ બાબુભાઇ, રાજદિપસિંહ હમીરભાઇ, મહેશભાઇ ગીનાભાઇ, રાજેસભાઈ જોધાભાઇ , સુભાષભાઇ માંડાભાઇ તથા કંચનબેન દેવાભાઇ વિગેરેએ કરી હતી.