For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એન્જિનિયરિંગના ડિગ્રી કોર્ષમાં પ્રથમ રાઉન્ડમાં જ 77.28 ટકા બેઠક ભરાઇ ગઇ

05:18 PM Jun 19, 2025 IST | Bhumika
એન્જિનિયરિંગના ડિગ્રી કોર્ષમાં પ્રથમ રાઉન્ડમાં જ 77 28 ટકા બેઠક ભરાઇ ગઇ

ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ ફાળવણી કરવામાં આવ્યા બાદ હાલમાં પહેલા રાઉન્ડમાં પ્રવેશ ક્ધફર્મ કરાવવાની મુદત પૂર્ણ થઇ ચૂકી છે. પહેલા રાઉન્ડમાં સરકારી કોલેજોની 77.28 ટકા અને ગ્રાન્ટેડ કોલેજોની 79.79 ટકા બેઠકો પર વિદ્યાર્થીઓએ પ્રવેશ ક્ધફર્મ કરાવી લીધો છે. ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ સમિતિ દ્વારા કુલ 30305 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો.

Advertisement

જે પૈકી પહેલા રાઉન્ડમાં 18068 વિદ્યાર્થીઓએ એટલે કે કુલ 59.62 ટકા બેઠકો પર પ્રવેશ ક્ધફર્મ કરાવ્યો છે. સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો પ્રમાણે સરકારી કોલેજોની કુલ 9379 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો જે પૈકી 7249 વિદ્યાર્થીઓએ પ્રવેશ ક્ધફર્મ કરાવી લેતાં 77.28 ટકા બેઠકો ભરાઇ ચૂકી છે. આ જ રીતે ગ્રાન્ટેડ કોલેજોની કુલ 1564 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો જે પૈકી 1248 બેઠકો પર પ્રવેશ ક્ધફર્મ કરાવી દેવામાં આવ્યો છે.

રાજ્યની 120 સ્વનિર્ભર કોલેજોની 19362 બેઠકો પર પ્રવેશ સમિતિએ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવ્યો હતો જૈ પૈકી 9571 વિદ્યાર્થીઓએ પ્રવેશ ક્ધફર્મ કરાવતા 49.43 ટકા બેઠકો ભરાઇ છે. આમ, કુલ 30305 બેઠકો પર પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો જે પૈકી 18068 વિદ્યાર્થીઓએ પ્રવેશ ક્ધફર્મ કરાવતાં 59.62 ટકા બેઠકો ભરાઇ ચૂકી છે.આમ, હાલમાં ઇજનેરીમાં પહેલો રાઉન્ડ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. આવતીકાલ તા.19મીના રોજ પહેલા રાઉન્ડમાં ખાલી પડેલી બેઠકોની વિગતો જાહેર કરવામાં આવ્યા બાદ 19મીથી 25મી સુધી નવેસરથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂૂ કરાશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement