જેતપુરમાં 75 વર્ષના વૃદ્ધ પિતાને ઘરમાં પૂરી માર માર્યો
01:18 PM Dec 02, 2024 IST
|
Bhumika
Advertisement
Advertisement
રાજકોટનાં જેતપુરમાં કપાતર પુત્રએ પિતાને ઢોર માર માર્યો જેથી વૃદ્ધને સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જેતપુરના નવાગઢ ધાર વિસ્તારમાં રહેતા ભીખાભાઈ નાથાભાઈ સરવૈયા ઉ.વ.75 નામના વૃદ્ધને ઘરમાં પૂરી રાખી પોતાના પુત્ર હરેશ ઉર્ફે દલાએ ઢોર મારમાર્યાનીઘટના સામે આવી છે. કપાતર પુત્રને દારુની ટેવ હતી તેવી વિગતો સામે આવી છે. માર મારવાનું કારણ હજુ અકબંધ છે. અંતે આજુબાજુવાળા લોકોએ વૃદ્ધને હોસ્પિટલ ખસેડ્યા જ્યાં પ્રથમ સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જુનાગઢ ખસેડવામાં આવ્યા છે. આ બારામા હુમલાખોર પુત્ર સામે ફરિયાદ પણ નોંધાઇ છે.
Next Article
Advertisement