રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટના વેપારીના 70 લાખના દાગીનાની લૂંટનો ભેદ ખુલ્યો મહિલા સહિત ચાર ઝડપાયા

12:25 PM Mar 09, 2024 IST | Bhumika
Advertisement

વડોદરા ક્રાઈમ બ્રાન્ચ અને સુરેન્દ્રનગર પોલીસે સંયુક્ત ઑપરેશનથી મોટી સફળતા હાંસલ કરી છે. જેમાં બે દિવસ પહેલા લીંબડી હાઈવે પર કુરિયર કંપનીની બોલેરો કારમાંથી ચાંદી તેમજ ઈમિટેશન જ્વેલરીના પાર્સલની ચોરીનો ભેદ ઉકેલી નાંખવામાં આવ્યો છે. આ મામલે મહિલા સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને લુંટનો મુદ્દામાલ કબજે કરી નાસી છુટેલા મુખ્ય આરોપી શિવા મહાલીંગમ અને સિકંદર સતિહના શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

જેમાં ફરિયાદી પોતાની બોલેરો પિકઅપ ગાડીમાં ચાંદીના અને ઈમિટેશન જવેલેરીના પાર્સલ લઈ અમદાવાદથી રાજકોટ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન તા. 6 માર્ચના રોજ મધ્યરાત્રિના સમયે લીંબડી તાલુકાના જનસાળી ગામ પાસે 7 થી 8 અજાણ્યા હુમલાખોરો વાહનોમાં આવી ફરિયાદીની ગાડીને ઉભી રખાવી હતી. જે બાદ ફરિયાદીને માથામાં તથા મોઢા ઉપર મારમારી ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત ફરિયાદી અને તેના સાથીદારના કપાળે બંદૂક જેવું હથિયાર રાખી ગાડીમાંથી નીચે ઉતાર્યા બાદ બોલેરો પિકઅપ ગાડીનું તાળું તોડી બંદબોડીની ગાડીમાં રાખેલા ચાંદીના પાર્સલ કુલ નંગ 19 જેનું કુલ વજન 107 કિલો તેમજ ઈમિટેશન જવેલરી વજન 22 કિલો મળી કુલ રૂૂપિયા 69.89 લાખની માલમત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

આ બનાવ સંદર્ભે શહેર ક્રાઈમ બ્રાન્ચ અને સુરેન્દ્રનગર પોલીસ સાથે સતત સંપર્કમાં રહી અને એકબીજાના લાઈઝનિંગથી કામ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગુના શોધક શાખાના સ્ટાફના માણસોએ મેળવેલી માહિતીના આધારે હરણી-વારસીયા રિંગરોડ, વિજયનગર કોલોની પાસેના રોડ ઉપરથી એક રિક્ષાને શોધી કાઢી હતી. જેમાં રિક્ષા ચાલક સંજય બચુભાઇ રાજપૂત સાથે દીકરી તેજલ ઉર્ફે આયશા તેમજ જમાઈ આશિફ ઉર્ફે ઈરફાન કાદરભાઈ માટલીવાલા મળી આવતા તેમને સાથે રાખી રિક્ષામાં તપાસ કરતા પેસેન્જર સીટ પાછળ રાખેલી બેગ તેમજ થેલીમાંથી ચાંદીના દાગીના તેમજ વસ્તુઓ, ઇમિટેશન જવેલેરીનો જથ્થો અને વજન કાંટો મળી આવ્યો હતો. આ ત્રણેય પાસે ચાંદીની વસ્તુ અંગે કોઈ પુરાવા ન મળતા પૂછપરછ કરી હતી.

આ દરમિયાન અમદાવાદ ખાતે રહેતા અને જુદા જુદા ગુનામાં પકડાયેલ સિકંદર લેંઘા અને શિવા મહાલિંગમન સાથે અન્ય એક મહિલા અને એક શખ્સ મળી કુલ ચાર વ્યક્તિઓ યાકુતપુરા ખાતેના ઘરે આવી તેમણે અન્ય સાગરીતો સાથે મળીને સુરેન્દ્રનગર હાઈવે રોડ ઉપર લૂંટ કરી લાવેલા ચાંદીના અને ઈમિટેશન જવેલરીના દાગીના અને વસ્તુનો જથ્થો જલ્દીથી વેંચી નાખી નિકાલ કરવા માટે આપી ગયા હતા.આ બાબતે શંકાસ્પદ લાગતા ચાંદીના અને ઈમિટેશન જવેલરીના દાગીના સહિત મુદ્દામાલને કબજે કરી વધુ તપાસ હાથ ધરતા આ તમામ સુરેન્દ્રનગર જિલ્લામાં હાઈવે રોડ ઉપર બનેલી હાઈવે રોબરીના ગુનામાં લૂંટેલો મુદ્દામાલ હોવાનું સામે આવ્યું હતું, આ બનાવ સંદર્ભે સુરેન્દ્રનગર પોલીસને જાણ કરી આરોપીઓને મુદ્દામાલ સાથે સોંપવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સંજય બચુભાઈ રાજપૂત, આશીફ ઉર્ફે ઇરફાન કાદરભાઈ માટલીવાલા અને તેજલ ઉર્ફે આયેશા આશીફ માટલીવાલા ની ધરપકડ કરી છે. તેમજ ચાંદીના દાગીનાઓ તેમજ વસ્તુઓ વજન 55 કિલોથી વધુ જેની કિંમત 39,81,363 રૂૂપિયા અને ઇમિટેશન જવેલરી સાથે રિક્ષા, ઇલેક્ટ્રિક વજન કાંટો, ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂૂપિયા 40,87,363નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર ખાતે બનેલા હાઈવે રોબરીના ગુનામાં સંડોવાયેલા આરોપી શિવા મહાલિંગમ ઉર્ફે આફ્તાબ મુરૂૂગન પિલ્લઈ તેમજ સિકંદર હાસમ લંઘા બંને રીઢા ગુનેગાર છે. જેમાં આરોપી મહાલિંગમ ઉર્ફે શિવા ઉર્ફે આફતાબ મુરૂૂગન પિલ્લઇ અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં કુલ 24 ગુનામાં વોન્ટેડ છે. આ સાથે અન્ય આરોપી સિકંદર હાસમ લંઘા અમદાવાદ ડીસીબી, વેજલપુર અને મહેસાણામાં એમ કુલ છ ગુનામાં સંડોવાયેલો વોન્ટેડ આરોપી હોવાનું સામે આવ્યું છે.આ અંગે અધિક પોલીસ કમિશ્નર મનોજ નિનામાએ જણાવ્યું હતું કે, પોલીસની વિવિધ ટીમોની સતર્કક્તાને કારણે આ ડિટેક્શન પાર પાડવામાં આવ્યું છે. આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી અગાઉ આખા ગુજરાતમાં કુલ 22 જેટલા ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલો છે અને વડોદરામાં રાવપુરા પોલીસ મથકમાં હત્યાના ગુનામાં હતો. સેન્ટ્રલ જેલ ખાતે સજા કાપતો હતો તે દરમિયાન નાના નાના ગુનામાં સંડોવાયેલા સાથે મળી આ ગુનાહિત પ્રવૃત્તિ ચલાવતો હતો. આ સંદર્ભે ઝડપાયેલા તમામ આરોપી અને મુદ્દામાલને સુરેન્દ્રનગર પોલીસને સોંપવાની કાર્યવાહી ચાલી રહી છે.

Tags :
crimecrime newsgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement