હળવદ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠક માટે 70 ઉમેદવારો મેદાનમાં
હળવદ નગરપાલિકાની અગામી 16 મી ફેબ્રુઆરી 7 વોર્ડ ની 28 બેઠકો માટે ચૂંટણી યોજવાની છે ત્યારે ભર શિયાળે રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો હતો હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને બસપા સહિતના પક્ષોએ નગરપાલિકા કબજે કરવા એડી ચોટીનો જોર લગાવ્યું છે, ત્યારે આમ આદમી પાર્ટીના બે ઉમેદવારો ફોર્મ પરત ખેચીલીધા હતા જેમાં વોર્ડ નં 6 હરગોવિંદભાઈ અમરશીભાઈ મોરડીયા,આપ બીજા ઉમેદવાર વોર્ડ 3 ના ધવલકુમાર ગણેશભાઈ સોલંકી બન્ને ઉમેદવાર આપના એ ફોર્મ પરત ખેંચી લેતા હવે 28 બેઠકો માટે 70 ઉમેદવારો મેદાનમાં છે, 28 ઉમેદવારો ભાજપ,27 ઉમેદવારો કોંગ્રેસ,10 ઉમેદવારો આપ,5 ઉમેદવારો બસપા કુલ 70 ઉમેદવારો મેદાનમાં છે.
આ વખતની ચૂંટણીમાં રાજકીય પંડિતોના મતે રસપ્રદ રહેવાની સંભાવના ની સાથે સાથે મોટા કદાવર નેતા માટે પણ એક પડકાર સાબિત થાય તો નવાઈ જેવું કાંઈ નહીં તેમ માનવામાં આવી રહ્યું છે, ત્યારે હાલ તો ઉમેદવારો જો જીતા વહી સિકંદરની જેમ મતદારોને રીઝવવાથી લઈને પ્રચાર બેઠકો માટે સતત રાત દિવસ એક કરી રહ્યા છે અને તમામ રાજકીય સમીકરણો તેમના પક્ષે રહે તે માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે,તેઓ રાજકીય વિશ્ર્લેષણ જણાવી રહ્યા છે. પાલીકાની ચુંટણીમાં તમામ રાજકીય પક્ષો દ્વારા ચુંટણી પ્રચાર ના શ્રી ગણેશ કરી દીધા છે.