For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધુવાવ ગામ પાસે રિક્ષા માંથી 70 બોટલ દારૂ મળ્યો

01:33 PM Sep 13, 2024 IST | admin
ધુવાવ ગામ પાસે રિક્ષા માંથી 70 બોટલ દારૂ મળ્યો

પોલીસે મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી

Advertisement

જામનગર - રાજકોટ ધોરીમાર્ગે ધુવાવ ગામ પાસે થી પસાર થનાર રિક્ષા માં દારૂૂ ની હેરાફેરી થતી હોવા ની બાતમી નાં આધારે એલસીબી પોલીસે વોચ ગોઠવીને રિક્ષા ને ઝડપી પાડી હતી અને તેમાંથી 70 નંગ દારૂૂ ની બોટલ નો જથ્થો મળી આવતા દારૂૂ કબજે કરી આરોપી ની ધરપકડ કરી હતી.જામનગર પોલીસની એલસીબી શાખાએ પૂર્વ બાતમી ના આધારે જામનગર નજીકના ધુવાવ ગામ પાસે વોચ ગોઠવી ને રીક્ષા લઈને પસાર થતા કિસાન શૈલેષભાઈ રામાવત ( રે. શંકર ટેકરી રામનગર ) ને આંતર્યો હતો. અને રીક્ષા ની તલાટી લેતા તેમાંથી રૂૂપિયા 28 હજાર ની કિંમતની 70 નંગ દારૂૂની બોટલ નો જથ્થો મળી આવ્યો હતો.

આથી પોલીસે દારૂૂ અને રીક્ષા કબજે કરી આરોપી કિશન રામાવત ની ધરપકડ કરી હતી. દારૂૂનો આ જથ્થો જામનગરના અપ્પો દરબારે સપ્લાય કર્યો હતો .જ્યારે હાપા ગામ ના પરેશ અરવિંદભાઈ ધોકીયા એ આજે દારૂૂ મંગાવ્યો હતો.આથી પોલીસે એ બંને સામે પણ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement