જૂનાગઢમાં 7 વર્ષનો માસુમ બાળક પહેલા માળની બાલ્કનીમાંથી નીચે પટકાયો
માણાવદરના સરદારગઢમાં ગુંદાના ઝાડ પર ચડેલા આધેડ ખાબકતા ઇજા
જૂનાગઢમાં આવેલા ખ્વાજાનગરમાં અજમેરી એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારનો સાત વર્ષનો માસુમ બાળક અકસ્માતે પહેલા માળની બાલ્કનીમાંથી નીચે પટકાયો હતો. બાળકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જૂનાગઢમાં ખ્વાજાનગરમાં આવેલા અજમેરી એપાર્ટમેન્ટમાં પહેલા માળે રહેતા પરિવારનો હસનેન રહીમભાઈ સાંઘ નામનો સાત વર્ષનો માસુમ બાળક બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘરની બાલ્કનીમાં રમતો હતો. ત્યારે અકસ્માતે નીચે પટકાયો હતો માસુમ બાળકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં માણાવદરના સરદારગઢ ગામે રહેતા નાગજીભાઈ પુંજાભાઈ ચૌહાણ નામના 56 વર્ષના આધેડ સવારના અરસામાં પોતાના ગામમાં બાલાભાઈની વાડીએ ગુંદાના ઝાડ ઉપર ચડ્યા હતા તે દરમિયાન અકસ્માતે નીચે પટકાતા ઇજા પહોંચી હતી. આધેડને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.