કબાટમાં પુરાઇ જવાથી 7 વર્ષની બાળકીનું મોત
03:46 PM Nov 07, 2025 IST | admin
મહેસાણાના કડીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કડીમાં રમતા રમતા 7 વર્ષીય બાળકી કબાટમાં પુરાઈ જવાથી તેનું મોત થયું છે. કડીના કરણનગર રોડ પર આવેલા સુકન બંગ્લોઝ વિસ્તારમાં આ ઘટના બની હતી.
મળતી માહિતી અનુસાર બાળકીના માતા ઘરનું ધાબું સાફ કરી રહ્યા હતા ત્યારે તેમની 7 વર્ષની દીકરી ઘરમાં રમી રહી હતી. માતા ધાબાનું કામ પતાવીને નીચે આવ્યા ત્યારે તેમને દીકરી ઘરમાં ક્યાંય દેખાઈ નહીં.
Advertisement
તેમણે ઘરમાં બાળકીની શોધખોળ શરૂૂ કરી, પરંતુ તે મળી નહીં. અંતે જ્યારે તેમણે કપડાં મૂકવાનો કબાટ ખોલ્યો, ત્યારે તેમની સાત વર્ષની દીકરી ઈશા અંદર મૃત હાલતમાં મળી આવી હતી. રમતા રમતા બાળકી કબાટમાં પુરાઈ ગઈ અને અંદર ફસાઈ જવાથી ગૂંગળાઈ જતાં તેનું મૃત્યુ થયું હતં. આ દુર્ઘટનાથી વિસ્તારના રહેવાસીઓમાં શોકની લાગણી ફેલાઈ છે.
Advertisement
Advertisement
