રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોરબીમાં SMCના દરોડા બાદ જિલ્લાના 7 પીએસઆઇ અને 11 કર્મચારીની બદલી

12:13 PM Dec 09, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ટંકારા હાઇપ્રોફાઇલ જુગાર ક્લબ અને કોલસા ચોરી સહિતની બાબતોમાં પોલીસની ઢીલી નીતિ ઉઘાડી પડી

મોરબીમાં છેલ્લા ઘણા દિવસથી જખઈની ટીમ દ્વારા મોરબીમાં ધામા નાખવામાં આવ્યા છે પ્રથમ દિવસે જ્યારે ટંકારા પોલીસ ની જુગારની રેડ મામલે આવેલ જખઈ ટીમે રિપોર્ટ તૈયાર કરી ઉૠઙ ને સોંપતાં એક પીઆઈ અને એક હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ થયા છે.
જ્યારે બીજી દિવસે મોરબીના ગાળા ગામ નજીક કોલસા ચોરી કૌભાંડ ઝડપી પાડી 3.57 કરોડના મુદ્દામાલ સાથે 11 આરોપીને ઝડપી લેવાયા હતા જ્યારે ત્રીજા દિવસે મોરબી સિટી બી ડિવિઝન વિસ્તારમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી બુટલેગરની સાત પેટી વિદેશી દારૂૂ સાથે ઝડપી લેવાયો હતો.જ્યારે જખઈ ટીમ દ્વારા કોલસા કૌભાંડ અને બુટલેગર પર દરોડો પાડવામાં આવતા સ્થાનિક પોલીસ પર મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

જખઈ ટીમની બેક ટુ બેક રેડને લઇને સ્થાનિક પોલીસની બેદરકારી સામે આવી છે.જેને બિલકુલ સાંખી નહિ લઇ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી લાલ ઘૂમ થયા છે. અને કુલ 18 પોલીસકર્મીઓની બદલીઓ કરાઇ છે. જેમાં મોરબી તાલુકા અને મોરબી સિટી બી ડિવિજન પોલીસમથકમાં ફરજ બજાવતા પાંચ કોન્સ્ટેબલ, ત્રણ હેડ કોન્સ્ટેબલ, બે એ.એસ.આઇ અને એક લોકરક્ષક મળી કુલ 18 પોલીસ કર્મચારીઓની બદલી કરાતા મોરબી જિલ્લા પોલીસમાં હડકંપ મચી જવા પામ્યો છે. જિલ્લાના 7 પીએસઆઇની પણ બદલી કરવામાં આવી છે.

જિલ્લાના 7 પીએસઆઈની બદલી કરવામાં આવી છે. જેમાં ટંકારા પીએસઆઈ એમ.જે.ધાંધલની હળવદ, સિટી એ ડિવિઝનના પી.આર. સોનારાની એલઆઈબી મોરબી, એલઆઈબી મોરબીના જે.એલ.ઝાલાની વાંકાનેર સિટી, વાંકાનેર સિટીના ડી.વી.કાનાણીની હળવદ, એસસીએસટી સેલના કે.એચ.અંબારિયાની હળવદ, સિટી એ ડિવિઝનના બી.એ.ગઢવીની સિટી બી ડિવિઝન, આઈયુસીએડબ્લ્યુ એસ.વી.સામાણીની સિટી બી ડિવિઝનમાં બદલી કરાઈ છે.

બીજી તરફ 11 પોલીસ કર્મીઓની બદલી કરાઈ છે. જેમાં મોરબી તાલુકાના હેડ કોન્સ્ટેબલ વિજયકુમાર સુખાભાઈ ડાંગરની વાંકાનેર તાલુકા, હેડ કોન્સ્ટેબલ જનકસિંહ બટુકભા પરમારની વાંકાનેર સિટી, કોન્સ્ટેબલ કિશોરકુમાર મુળજીભાઈ દાવાની ટંકારા, વનરાજભાઈ કાનાભાઈ ચૌહાણની હળવદ, રવિરાજ શક્તિસિંહ પરમારની માળિયા મિયાણા, મયુર જલાભાઈ ચાવડાની હળવદ, વિજયકુમાર દેવદાનભાઈ સવસેટાની વાંકાનેર સિટી, લકીરાજ ચંદુલાલ લોખીલની હેડ ક્વાર્ટર, મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઈ પ્રફુલકુમાર જેઠાભાઈ પરમારની વાંકાનેર સિટી, અશોક રન્નાભાઈ શારદિયાબી ટંકારા તથા હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ પરબતભાઈ ચાવડાની હળવદ બદલી કરાઈ છે.

Tags :
11 employees7 PSI transferredgujaratgujarat newsmorbiSMC raid
Advertisement
Next Article
Advertisement