રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રામનવમીની 7 શોભાયાત્રા, 700 પોલીસનો બંદોબસ્ત

04:27 PM Apr 05, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

રાજકોટ રામનવમીની ઉજવણીને લઈને પોલીસ એકશનમાં આવી છે. શહેરમાં આવતીકાલે 6 એપ્રિલના રોજ અલગ અલગ વિસ્તારોમાંથી 7 જેટલી શોભાયાત્રા નીકળશે. શહેરમાં રામનવમીની દિવસે શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્તની તૈયારી કરી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ડ્રોનથી નજર રાખવામાં આવશે તેમજ શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં રામનવમીની ઉજવણી થાય તેને લઈને 800 થી વધુ પોલીસ જવાન તૈનાત કરવામાં આવશે.

શહેર પોલીસ આવતીકાલે રામનવમીની નીકળનાર 7 શોભાયાત્રાને લઈને સઘન તૈયારી કરી છે. શહેર પોલીસ દ્વારા હાલમાં ચાલતાં ચેત્રનવરાત્રિ તેમજ આગામી રામનવમી વિગેરે તહેવારોની ઉજવણીમાં કોઈ ભંગ ના પડે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં તહેવારની ઉજવણીમાં અડચણ ઉભી કરનારા તત્ત્વો સામે ડ્રોનથી બાજ નજર રાખવામાં આવી રહી છે. પોલીસ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા સંબંધીત ચકાસણી હાથ ધરતા વધુ પોલીસ તૈનાત કરશે.પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા તેમજ અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયા, ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ,ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર,ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાના સુપરવિઝન હેઠળ એસીપી, પી.આઈ,પીએસઆઈ સહીત 700 થી વધુ પોલીસ સ્ટાફ તૈનાત રહશે. શહેરમાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રોનથી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનની મદદથી નિરીક્ષણ કરવામાં આવ્યું છે.

 

સ્થાનિક પોલીસ સાથે ક્રાઈમ બ્રાંચ,એસઓજીનું સઘન ચેકિંગ
રામનવમીના તહેવારને લઇ પોલીસ એક્શન મોડ માં આવી ગઈ છે આજ સવારથી શહેરના અલગ અલગ વિસ્તારમા તેમજ સ્થાનિક પોલીસ ઉપરાંત,ક્રાઈમ બ્રાંચ, એલ.સી.બી., એસ.ઓ.જી. પેરોલ ફર્લો સ્કોડની અલગ-અલગ ટીમોએ બસ સ્ટેશાન, રેલવે સ્ટેશન જેવા વિગેર વિસ્તારોમાં વાહન ચેકીંગ શરૂૂ કર્યું છે. આજે મોડી રાત સુધી પોલીસ ચેકિંગ ચાલુ રહેશે તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ફૂટ પેટ્રોલિંગ કરશે ફ્રુટ પેટ્રોલીગ તથા વાહન ચેકીંગમાં ડ્રોન કેમેરા, તથા બોડીવોર્ન કેમેરા તથા બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરવામાં આવશે.

---

 

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement