વિવિધ ક્ષેત્રના 7 મહાનુભાવોનું મેયર એવોર્ડથી સન્માન
આજ તા.19/11/2024ના રોજ રાત્રે 8:30 કલાકેડી.એચ.કોલેજ ગ્રાઉન્ડ, ડો.યાજ્ઞિક રોડ ખાતે વિવિધ ક્ષેત્રમાં મહત્વેપૂર્ણ યોગદાન આપનાર શહેરના મહાનુભાવોને પ્રતિષ્ઠિ3ત ‘મેયર એવોર્ડ’ મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાનેથી એનાયત કરવામાં આવશે. (ઉદ્યોગ ક્ષેત્ર)પરાક્રમસિંહ જાડેજા-ચેરમેન અને મેનેજિંગ ડીરેક્ટર જ્યોતિ સી.એન.સી. લિ. અને જ્યોતિ સી.એન.સી. લિ.ની ફ્રાંચ સ્થિત પેટા કંપની હુરોન ગ્રાફેનસ્ટાડેન એસ.એન.એસ.ના પ્રમુખ તરીકે કાર્યરત છે. સંકલ્પ:-ભારતમાં નવી ટેકનોલોજી લાવવા માટે શક્ય તેટલું યોગદાન આપવું. ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉત્પ્રેરક તરીકે કામ કરવા માટે ભારતની યુવા પ્રતિભાને ઉછેરવા માટે વધુ સારી રોજગારી અને વધુ સારી કાર્યસ્થળનું સર્જન કરીને સમાજનો ઉત્કર્ષ કરવાની જવાબદારી નિભાવે છે. લક્ષ્મીબેન ડોબરીયા (સાહિત્ય ક્ષેત્ર) અંજાર નગરપાલિકા શાળા નંબર-3 માં અને માધ્યમિક શિક્ષણ કે.કે. એમ.એસ. ગર્લ્સ હાઈસ્કૂલ અંજારમાં. ઘરમાં ધાર્મિક વાતાવરણના કારણે ક્યારેક પ્રાસયુક્ત ધાર્મિક પંક્તિઓ જોડવાનું અનાયાસે થતું. આમ લખવાની શરૂૂઆત અજાણપણે થઈ. 1985 માં લગ્ન થયા ત્યારથી રાજકોટ ખાતે વસવાટ. ગીત, ગઝલ અને અછાંદસ..એમ ત્રણેય કાવ્યપ્રકારમાં લેખનકાર્ય કરી રહ્યા છે.
દિલીપભાઈ સખિયા (જળ સંચય અને પર્યાવરણ ક્ષેત્ર) પ્રમુખ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સંસ્થાનું કાર્ય:- પાણી બચાવો અભિયાન,પર્યાવરણ અને પ્ર્રકૃતિના રક્ષણ ગૌ-સવર્ધન, ખેતી-ખેડૂત અને ગામડાનો વિકાસ દિલીપભાઇસખીયા-જેનોજીવનમંત્રછે. ’જલહૈતો જીવનહૈ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણી દરિયામાં જતું અટકાવવા લોક ભાગીદારીથી ચેકડેમોને ઊંચા, ઊંડા, અનેરી પેર કરવાનુ તેમજ નવાચેકડેમો બાંધવાનું અભિયાન ઉપાડવામાં આવ્યું છે. કિશોરભાઈ રાઠોડ(સેવા ક્ષેત્ર) પ્રમુખ-પુરૂૂષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ 1985 થી સંસ્થા દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેમાં, 1985થી રક્તદાન કેમ્પ અવિરત આજ દિન સુધી ચાલી રહ્યા છે. આ કાર્ય બદલ રાજ્ય સરકાર દ્વારા બે વખત સન્માનિત કરવામાં આવેલ. 2011માં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શેર દિલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ. વિધાર્થીઓ માટે માર્ગદર્શન શિબિરો,રમત ગમત સ્પર્ધા પણ યોજવામાં આવે છે. હરીશભાઈ હરિયાણી (સેવા ક્ષેત્ર) જય સિયારામ મિત્ર મંડળનાં શ્રી હરીશભાઈ હરિયાણી-દીકરાનું ઘરવૃદ્ધાશ્રમ-ઢોલરા , સ્વામી વિવેકાનંદ યુથ ક્લબ, કરુણા ફાઉંડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન , કલરવ ગ્રુપ, તથા જીવદયા ગ્રુપ વગેરેમાં તેઓ ખરા દિલ થી સેવા આપી રહ્યા છે. તેમના દ્વારા છેલ્લા 15 વર્ષોથી રેસકોર્સ મેયર બંગલા સામે થી સવારે ડાયાબિટીઝ માટે ઉકાળો, ચિકનગુનિયા ફાકી,કડું કડિયાતું, કરંજનાં દાતણ, રામનામની બૂક મોર્નિંગ વોકમાં આવતી લગભગ થી લગભગ 500 વ્યક્તિઓને નિયમિતપણે વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યા છે.
હેલીબેન ત્રિવેદી (શિક્ષણ ક્ષેત્ર) ટ્રસ્ટી, મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ 1993થી મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ અંતર્ગત કે.જી. થી એન્જીનિયરીંગ કોલેજ સુધી 26 શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન 18,000 વિદ્યાર્થીઓ અને 800 શિક્ષકો ધરાવતી 26 શાળાઓ તેમજ કોલેજોનાં વિશાળ રશૈક્ષણિક સંકુલનું સંચાલન કરી રહ્યા છે. ધીરૂૂભાઈ ધાબલીયા (ગાંધીવાદી વિચારધારા) ધીરૂૂભાઈ દામજીભાઈ ધાબલીયાનો જન્મ રાજકોટ જીલ્લાના કોટડાસાંગાણી ગામમાં 4 જુલાઈ, 1937ના રોજ વણિક પરિવારમાં થયો છે. 1961 માં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરતાં જ તેમને સચિવાયલમાં પોસ્ટીંગ મળેલ, પરંતુ સમાજ સેવા કરવાની ભાવના હોવાથી મળેલી સરકારી નોકરીનો પણ તેઓએ અસ્વીકાર કર્યો હતો. નિર્લોકભાઈ પરમાર (નાટ્ય ક્ષેત્ર) રંગભૂમિ ક્ષેત્રે 43 વર્ષની કલાયાત્રા 78 નાટકો પૈકી 45નું દિગ્દર્શન 29 નાટકો રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ 117 રેડિયો નાટકોમાં સ્વર અભિનય 25 થી વધુ ડોક્યુમેન્ટરી ફિલ્મ માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણી તેમજ મોરારીબાપુ દ્વારા નાટકો નિહાળીને સન્માન કરવામાં આવ્યું. છેલ્લા 23 વર્ષથી નિ:શુલ્ક નાટ્યશાળા બાલભવન રાજકોટ ખાતે નિ:શુલ્ક ચિલ્ડ્રન થીએટર ચલાવી રહ્યા છે હેમંતભાઈ ચૌહાણ (લોકસાહિત્ય અને ભજનિક) દ્રોપદી મુર્મુ જી (ભારતના રાષ્ટ્રપતિ) દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવેલ. 2012 માં પ્રણવ મુખરજી (રાષ્ટ્રપતિ) દ્વારા એકેડેમી રત્ન એવોર્ડઆપવામાં આવેલ.