દ્વારકા-બેટદ્વારકામાં 7.50 લાખ ભકતોેએ લીધો દર્શનનો લાભ
જન્માષ્ટમીના મહાપર્વમાં અવિરત ભીડ, દ્વારકામાં જ 5.20 લાખ શ્રદ્ધાળુઓએ શીશ નમાવ્યું
ભગવાન શ્રી કૃષ્ણના મહાપર્વ જન્માષ્ટમીના પાવન દિવસોમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે કાળીયા ઠાકોરના દર્શનાર્થે લાખો શ્રદ્ધાળુઓ દ્વારકા તેમજ બેટ દ્વારકા ખાતે આવ્યા હતા. આ વિશાળ સંખ્યાને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા પોલીસે ભક્તોની સુરક્ષા, સુવિધા અને શાંતિ પૂર્ણ દર્શન સુનિશ્ચિત થાય તે માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના વડપણ હેઠળ તમામ ઉચ્ચ અધિકારીઓ તેમજ તેમની ટીમ દ્વારા નોંધપાત્ર વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.
જન્માષ્ટમી મહોત્સવને અનુસંધાને આ દિવસોમાં દ્વારકાના જગત મંદિર ખાતે આશરે 5.20 લાખ તથા બેટ દ્વારકા ખાતે આશરે 2.20 લાખ જેટલા યાત્રાળુઓએ દ્વારકાધીશના દર્શનનો લાભ લીધો હતો. આ ભીડને લઈને પોલીસ તંત્ર દ્વારા તમામ સ્થળોએ જરૂૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
જેના ખાસ આયોજન હેઠળ તા. 13 થી તા. 17 ઓગસ્ટ દરમિયાન આશરે 1725 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓને કાયદો અને વ્યવસ્થાની જાળવણી સબબ બંદોબસ્ત અર્થે તહેનાત કરવામાં આવ્યા હતા. જેમાં યાત્રાળુઓ માટે કીર્તિ-સ્થંભ ખાતે 24ડ7 પોલીસ કંટ્રોલ રૂૂમ કાર્યરત રાખવામાં આવ્યો હતો. જેથી કોઇ પણ દર્શનાર્થીઓને કોઇ ફરિયાદ કે રજુઆત કરવા પોલીસ સ્ટેશન જવાની જરૂૂર ન પડે. દ્વારકા તેમજ બેટ દ્વારકા ખાતે સી-ટીમ, મંદિર સુરક્ષા પોલીસ ટીમ, પોલીસ સહાયતા કેન્દ્ર દ્વારા સતત સેવા આપવામાં આવી હતી.
અહીં આવેલા વયોવૃદ્ધ, દિવ્યાંગ, નાના બાળકો સાથેની મહિલાઓ અને અશક્ત યાત્રાળુઓ માટે ઇ-રીક્ષા તથા વ્હીલ ચેર સુવિધા સાથે જવાનોની માનવતા ભરી સહાય કરવામાં આવી હતી. એલ.સી.બી., એસ.ઓ.જી. તથા સ્થાનિક પોલીસની વિશેષ ટીમો દ્વારા ખિસ્સા કાતરું, ચોરી તથા અન્ય ગુન્હા અટકાવવા બંદોબસ્ત ચાલુ થયા પહેલા દ્વારકા અને બેટ દ્વારકા વિસ્તારમાં તમામ હોટલ તેમજ પબ્લિક સ્ટેની તમામ જગ્યા કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું.
જેમાં પોલીસ દ્વારા પોકેટકોપન એપ સહિતની એપનો ઉપયોગ કરી, ગુનાહિત ઇતિહાસ ચકાસવામાં આવેલ તેમજ બંદોબસ્ત દરમિયાન પેટ્રોલીંગ કરી બનાવ બનવાની શક્યતા વાળા વિસ્તારમાં વોચ રાખવામાં આવી.આ સાથે ટેકનોલોજી આધારિત સુરક્ષા વ્યવસ્થામાં ડ્રોન કેમેરા, બોડીવોર્ન કેમેરા તથા વિશ્વાસ પ્રોજેક્ટના કેમેરા તેમજ નગરપાલીકાનાં કેમેરા અને ખાનગી કેમેરા દ્વારા લાઈવ સર્વેલન્સ કરી સતત વોચ રાખવામાં આવી હતી.સી-ટીમ તથા સહાયતા કેન્દ્ર દ્વારા ભક્તો માટે સહાયભૂત બન્યા હતા. જેમાં દ્વારકા જગત મંદિર ખાતે તેમજ બેટ દ્વારકા ખાતે 442 જેટલા વયોવૃદ્ધ, દિવ્યાંગ તથા મહિલાઓને દ્વારકાધીશના દર્શન આરામદાયક, સુગમ અને સુરક્ષિત રીતે કરી શકે તે માટે સહાય સાથે દર્શન કરાવવામાં આવ્યા હતા. આશરે 173 વિખૂટા પડેલા યાત્રાળુઓ (વયોવૃદ્ધ બાળકો, પરિજનો, હેતુમિત્રો)ને પરિવાર સાથે પુન: મિલન કરાવાયું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે જન્માષ્ટમી મહોત્સવ દરમિયાન કડક સુરક્ષા સાથે માનવતાને જોડતી સેવા આપી હતી. સેવામાં સમર્પિત - સુરક્ષામાં અડગ એ સૂત્રને સાકાર કરતા દેવભૂમિ દ્વારકા પોલીસે શ્રદ્ધાળુઓના વિશ્વાસને વધુ મજબૂત બનાવ્યો હતો.