7 ફેબ્રુઆરીએ સાદાઇ અને પરંપરાગત રીતે મારા પુત્રના લગ્ન થશે: ગૌતમ અદાણી
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ તેમના પરિવાર સાથે મંગળવારે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે મહાકુંભ મેળાની મુલાકાત દરમિયાન પ્રાર્થના આરતી કરી હતી. મીડિયા સાથે વાત કરતા ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, 7 ફેબ્રુઆરીના રોજ પુત્ર જીતના લગ્ન થવાના છે. લગ્ન સાદાઈ અને ટ્રેડિશનલ રીતે કરવામાં આવશે. સેલિબ્રિટીઓના જમાવડા અંગે કહ્યું કે, એવું કંઇ નહીં હોય.
ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, જીતના લગ્ન 7 ફેબ્રુઆરીએ થવાના છે. મારો ઉછેર અને કાર્યશૈલી એક કોમન પર્સન જેવી છે. સામાન્ય વર્ગ જેવી છે. જીત પણ અહીં આવ્યો છે. મા ગંગાના આશિર્વાદ લેવા આવ્યો છે. જીતના લગ્ન ખૂબજ ટ્રેડિશનલ તરીકે ખૂબજ સિમ્પલ અને ટ્રેડિશનલ વે પર થશે. સેલિબ્રિટી અને જાણીતા અધિકારીઓની ઉપસ્થિતિ અને સેલિબ્રિટીઓનો મહાકૂંભ જોવા મળશે તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, ના, જરા પણ એવું નહીં હોય. આ લગ્ન ટ્રેડિશનલ વેમાં ફેમિલીના લોકોની ઉપસ્થિતિમાં થશે.
મા ગંગાની પૂજા કર્યા પછી અદાણી ગ્રુપના ચેરમેને જણાવ્યું કે, પ્રયાગરાજ મહાકુંભમાં મને જે અનુભવ થયો છે તે અદ્ભુત છે. અહીંનું સંચાલન, હું દેશવાસીઓ વતી પીએમ મોદી અને સીએમ યોગી આદિત્યનાથનો આભાર માનવા માંગુ છું. અહીંનું સંચાલન - મેનેજમેન્ટ સંસ્થાઓ માટે સંશોધનનો વિષય છે. મારા માટે, મા ગંગાના આશીર્વાદથી મોટું કંઈ નથી.