રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સૌરાષ્ટ્ર યુનિ.માં સ્નાતક-અનુસ્નાતકના સેમેસ્ટર-1ના 69,234 છાત્રોની કાલથી પરીક્ષા

05:24 PM Jan 15, 2025 IST | Bhumika
Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આતવીકાલથી સ્નાતક અને અનુસ્નાતકના સેમેસ્ટર-1ના 69,234 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે. પરીક્ષામાં ગેરરિતી રોકવા માટે યુનિ. દ્વારા 103 ઓબ્ઝર્વરને જવાબદારી સોંપવામાં આવી છે અને પરીક્ષાર્થીઓ માટે 162 કેન્દ્રોમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. સૌથી વધારે વિદ્યાર્થીઓ બીએમાં 21913 અને બીકોમમાં 19651 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા વિભાગ દ્વારા હોલ ટિકિટ પણ વેબસાઈટમાં ઓનલાઈન અપડેટ કરી દેવામાં આવી છે.

Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 16 જાન્યુઆરીથી સ્નાતક અને અનુસ્નાતકમાં અભ્યાસ કરતા સેમેસ્ટર-1ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂૂ થઈ રહી છે, ત્યારે આ વખતે મકરસંક્રાંતિમાં વિદ્યાર્થીઓએ પતંગ ઉડાડવાને બદલે પુસ્તક લઈને વાંચવું પડ્યુ હતું. જેમાં એક સાથે 69,234 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂૂ થઈ રહી છે. જેથી તેમાં નીગરાણી માટે ઓબ્ઝર્વરની નિમણૂક કરી દેવામાં આવી છે. દરેક પરીક્ષા કેન્દ્રો ઉપર ઈઈઝટ તો છે જ પરંતુ તેમાં મોટાભાગે સેન્સેટિવ અને ગ્રામ્ય વિસ્તારના 162માંથી 103 પરીક્ષા કેન્દ્રો ઉપર ઓબ્ઝર્વર મોનિટરિંગ કરશે.

આ સાથે જ દરેક ક્લાસમાં સુપરવાઇઝર પણ ફરજ બજાવશે. પરીક્ષાને લઈને યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની પરીક્ષાના સીસીટીવી વેબસાઈટ ઉપર ઓનલાઇન જોઈ શકવાની પરંપરા સંભવત: બંધ કરી દેવામાં આવી છે. યુનિવર્સિટીના પૂર્વ કાર્યકારી કુલપતિ ડો. ગિરીશ ભીમાણી દ્વારા પરીક્ષામાં પારદર્શકતા જળવાઈ રહે તે માટે યુનિવર્સિટીની તમામ પરીક્ષાના લાઇવ સીસીટીવી વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવતા હતા. ત્યાર બાદ વચ્ચે સિન્ડિકેટ સભ્યોના વિરોધને કારણે આ સીસીટીવી જાહેર કરવાનું બંધ કરાયું હતું, પરંતુ બાદમાં વિવાદ થતા ફરી આ સીસીટીવી શરૂૂ કરાયા હતા. પરંતુ હવે પરીક્ષા વિભાગ દ્વારા સર્વર ચેન્જ કરવાનું હોવાનું બહાનુ છેલ્લી બે પરીક્ષાથી આપવામાં આવી રહ્યું છે, ત્યારે હવે આવનારી મોટી પરીક્ષામાં પણ સીસીટીવી જાહેર કરવામાં નહીં આવે.

Tags :
College studentexamgujaratgujarat newssaurashtra university
Advertisement
Next Article
Advertisement