For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

665 લાભાર્થીઓને વિવિધ યોજનાઓ માટે રૂા.7.32 કરોડ ધિરાણ આપવા પસંદગી

05:08 PM Jul 28, 2025 IST | Bhumika
665 લાભાર્થીઓને વિવિધ યોજનાઓ માટે રૂા 7 32 કરોડ ધિરાણ આપવા પસંદગી

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં થયો ડ્રો

Advertisement

રાજ્યના અનુસૂચિત જાતિના નાગરિકો પોતાનું જીવન ગરિમાપુર્ણ જીવી નાના વ્યવસાયો થકી સ્વરોજગારી મેળવી આત્મનિર્ભર બને તે હેતુથી અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા સ્વરોજગાર લક્ષી તેમજ થ્રી વ્હીલર યોજના અમલી બનાવાઈ છે.

સામાજિફક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ અનુસૂચિત જાતિના સ્વરોજગારલક્ષી તેમજ થ્રી વ્હીલર યોજનાના લાભાર્થીઓની ગાંધીનગર ખાતેથી કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા પસંદગી કરી હતી. પસંદગી પામેલા લાભાર્થીઓને નજીવા દરે ધિરાણ આપવામાં આવશે.

Advertisement

આ પ્રસંગે મંત્રી એ જણાવ્યું હતું કે આજે રાજ્યના 665 લાભાર્થીઓને વિવિધ યોજનાઓ માટે રૂૂ 7.32 કરોડથી વધુ ધિરાણ આપવા માટે પસંદગી કરાઈ છે. આ લાભાર્થીઓ યોજનાઓના માધ્યમથી નજીવા દરે સ્વરોજગારલક્ષી સાધનો ખરીદી નાના વ્યવસાયોમાં રોજગારી મેળવી આત્મનિર્ભર બનશે.

મંત્રી એ ઉમેર્યું હતું કે આજે કુલ 337 લાભાર્થીઓના લક્ષ્યાંક સામે 665 લાભાર્થીઓની ઓનલાઇન ડ્રો દ્વારા સંપૂર્ણ પારદર્શિતાથી પસંદગી કરવામાં આવી છે.

પસંદગી પામેલા લાભાર્થીઓની તબક્કાવાર ડોકયુમેન્ટ ચકાસણી કરવામાં આવશે, જેમાંથી 337 પાત્ર લાભાર્થીઓને વિવિધ યોજનાઓ માટે નજીવા દરે ધિરાણ આપવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement