For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જોડિયામાં ધોધમાર 9 ઈંચ, જામજોધપુરમાં 3 ઈંચ વરસાદ

12:10 PM Jul 24, 2024 IST | admin
જોડિયામાં ધોધમાર 9 ઈંચ  જામજોધપુરમાં 3 ઈંચ વરસાદ

જામનગર જિલ્લામાં સતત વરસાદથી લીલા દુકાળ જેવી સ્થિતિ

Advertisement

જામનગર મા અવિરત મેઘવર્ષા થઈ રહી છે. આજે જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં અનરાધાર વરસાદ વરસ્યો હતો અને આજે સવારે 3 ઇંચ સહીત છેલ્લા 24 કલાક મા 9 ઈંચ પાણી પડી ગયું હતું . ઉપરાંત જામજોધપુર માં ત્રણ ઇંચ અને જામનગર શહેર માં બે ઇંચ વરસાદ આજે નોંધાયો છે. જામનગર જિલ્લાની વાત કરીએ તો આજે સવારે 10 વાગે પૂરા થતા ર4 કલાકમાં જામનગરમાં 62 મી.મી., જોડિયામાં 236 મી.મી., ધ્રોળમાં 24 મી.મી., કાલાવડમાં 26 મી.મી., લાલપુરમાં 41 મી.મી. અને જામજોધપુરમાં 125 મી.મી. વરસાદ નોંધાયો છે. જામનગરમાં ગત્ મધ્ય રાત્રિના જ ધોધમાર વરસાદ શરૂૂ થતાં દોઢ ઈંચ પાણી વરસી ગયું હતું. આ ઉપરાંત જામજોધપુરમાં પણ લગભગ ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસી જતા સમગ્ર પંથક પાણી પાણી થઈ ગયું હતું. સતત વરસી રહેલા સારા વરસાદના કારણે જિલ્લામાં રપ માંથી 16 જળાશયો છલકાઈ ગયા છે.ઉમિયા સાગર ડેમના 3 દરવાજા 1.ર મીટર ખોલવામાં આવ્યા છે, તો ફુલઝર (કો.બા) ના ચાર દરવાજા 0.9 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. આથી હેઠવાસના વિસ્તારોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

જામનગર જિલ્લાના કેટલાક ગામડામાં ગઈકાલે ખૂબ સારો વરસાદ થયો હતો, જ્યારે અમુક ગામડામાં નહીવત્ ઝાપટા વરસ્યા હતાં. જેમા વસઈ માં 88 મી.મી., લાખાબાવળ માં 6ર મી.મી., મોટી બાણુંગાર માં ર8 મી.મી., ફલ્લા માં 14 મી.મી., જામવણંથલી માં પ0 મી.મી., મોટી ભલસાણ માં 30 મી.મી., અલિયાબાડા માં 3ર મી.મી., દરેડ માં 30 મી.મી., બાલંભા માં 95 મી.મી., જાળિયા દેવાણી માં 5 મી.મી., લૈયારા 15 મી.મી., નિકાવા માં 5 મી.મી., મોટાવડાળા માં 55 મી.મી., ભલસાણ બેરાજા માં 30 મી.મી., નવાગામ માં 26 મી.મી., મોટા પાંચદેવડા માં 58 મી.મી., સમાણા માં 36 મી.મી., શેઠવડાળા મા 82 મી.મી., જામવાડી માં 108 મી.મી., વાંસજાળિયા માં 95 મી.મી., ધુનડા માં 74 મી.મી., ધ્રાફા માં 150 મી.મી., પરડવા માં 65 મી.મી., પડાણા માં 76 મી.મી., ભણગોર 46, મોટા ખડબા માં 65 મી.મી., મોડપર માં 85 મી.મી., અને હરિપર માં 46 મી.મી. વરસાદ નોંધાયો છે જેમાં વસઈ42 મી.મી., લાખાબાવળ, 23 મી.મી., મોટી બાણુંગાર 31, ફલ્લા 26, જામવંથલી 21, મોટી ભલસાણ 26, અલીયાબાડા 20, દરેડ 30, હડીયાણા 75, બાલંભા 95, પીઠડ 36, લતીપુર 35, જાલીયાદેવાણી 5, લૈયારા 13, નિકાવા 5, ખરેડી 12, મોટા વડાળા 55, ભલસાણ બેરાજા 30, નવાગામ 26, મોટા પાંચદેવડા 58, સમાણા 36, શેઠ વડાળા 82, જામવાડી 108, વાંસજાળીયા 98, ઘુનડા 74, ધ્રાફા 150, પરડવા 65, પીપરટોડા 11, પડાણા 76, ભણગોર 46, મોટા ખડબા 65 મી.મી. વરસાદ નોંધાયો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement