સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ભાજપમાંથી 65 કાર્યકરો-નેતાઓ સસ્પેન્ડ
16 તારીખે રાજ્યના 66 નગરપાલિકા, જૂનાગઢ મહાનગર પાલિકા અને ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. સ્થાનિક સ્વરાજની યોજાનાર 1844 બેઠકોમાંથી 215 ભાજપે બિન હરીફ થઈ છે. હવે ચૂંટણીને થોડા જ દિવસો બાકી રહ્યા છે. તે પૂર્વે ભાજપે 65 જેટલા નેતાઓને સસ્પેન્ડ કર્યા છે. કેટલાક કાર્યકરોને ટિકિટ ન મળતાં કેટલીય પાલિકા-પંચાયતમાં ભાજપના બળવાખોરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
તેમજ ઘણાં ઠેકાણે તો કોંગ્રેસ અને આપનો સાથ કરી ચૂંટણીમાં ઝુકાવ્યુ છે. આ જોતાં પરિસ્થિતીને પાલિકા-પંચાયતમાં ભાજપના ઉમેદવારોની સામે ભાજપના અસંતુષ્ટો ચૂંટણી મેદાને છે. તો કેટલાક કાર્યકરો જૂથ વાળના કારણે અન્ય જૂથોના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરતા કાર્યકરો સામે ભાજપ લાલ આંખ કરી છે, એટલે કે ભાજપ એક્શન મોડમાં આવ્યુ અને કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ભાજપે અનેક કાર્યકરો છ વર્ષ માટે પક્ષમાંથી 65 કાર્યકરોને સસ્પેન્ડ કર્યા છે. રાજ્યના વિવિધ જિલ્લામાં ભાજપે અંદાજે 65 જેટલા કાર્યકરો સામે પગલાં લીધા અને તમામ કાર્યકરોને ભાજપે સસ્પેન્ડ કર્યા છે. જે મુજબ દાહોદમાં ભાજપના 18 હોદ્દેદારોને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા છે.
એ મુજબ ખેડા જિલ્લામાં 34 નેતાઓને પક્ષમાંથી જાકોરો આપીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જૂનાગઢમાંથી પણ બાકાત રહ્યું નથી એટલે કે જૂનાગઢ પણ ભાજપના 10 હોદ્દેદારોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપે જિલ્લા પ્રમુખે સસ્પેન્ડ કર્યા છે. આણંદ જિલ્લામાંથી પણ 4 કાર્યકરો પક્ષમાંથી કાઢી મૂકવા આવ્યા છે. એટલે કે ચૂંટણીમાં પક્ષ વિરોધ પ્રવુતિ કરતા કાર્યકરો સામે ભાજપે લગામ લગાવીને અંદાજે 65થી વધુ ભાજપના હોદ્દેદારો સામે કાર્યવાહી આચરીને સસ્પેન્ડ કર્યા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા 65 જેટલા કાર્યકરો સામે ભાજપ એક્શન તો લીધા છે પરતું સસ્પેન્ડ કરેલા કાર્યકરો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પરિણામ પર કેટલી અસર કરે છે તે હવે 18 ફેબ્રુઆરી પરિણામ આવશે ત્યારે જ ખ્યાલ આવશે.