ધરમપુરની વાડીમાંથી 6પ બોટલ દારૂ મળ્યો: એકની અટકાયત
જામનગર જિલ્લા નાં લાલપુરના ધરમપુરમાં એક વાડી મા ગઈરાત્રે એલસીબીએ પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી એક શખ્સ ઈંગ્લીશ દારૃની 6પ બોટલ સાથે ઝડપાયો છે. તેણે પોતાનાં સાગરિતનું નામ આપ્યું છે. જ્યારે અંધાશ્રમ આવાસ ના એક બ્લોક માંથી એલસીબી પોલીસે દારૂૂ ની 44 બોટલ કબજે કરી છે. લાલપુર તાલુકાના ધરમપુર ગામની સીમમાં આવેલા એક ખેતરમાં દારૃનો જથ્થો સંતાડીને રાખવામાં આવ્યો હોવાની બાતમી એલસીબી પોલીસ ને મળતાં એલસીબી સ્ટાફે ધરમપુર ગામની સીમમાં એજાઝ રાયબ હાલેપોત્રા ની વાડી ના મા દરોડો પાડયો હતો અને 65 નંગ દારૂૂ બોટલ મળી આવી હતી.
એલસીબીએ દારૃનો જથ્થો, એક મોબાઈલ સહિત રૃા.31 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે આ શખ્સે પ્રાથમિક પૂછપરછમાં પોતાના સાગરિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોરઝર ગામના વિજય ઉગાભાઈ બગડાનું નામ આપ્યું છે. બીજો દરોડો જામનગરના અંધાશ્રમ ફાટક પાસે આવેલા આવાસના બ્લોક મા પાડવામાં આવ્યો હતો.એલ સી બી પોલીસ ટીમે પૂર્વ બાતમી નાં આધારે વહેલી સવારે દરોડો પાડી ઈંગ્લીશ દારૃની 44 બોટલ ઝડપી લીધી છે. જો કે આરોપી સંજયસિંહ ભરતસિંહ વાઢેર હજાર મળી આવતો ન હતો.