For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતના 64 ડેમ છલોછલ, 28 એલર્ટ પર

12:24 PM Aug 25, 2025 IST | Bhumika
ગુજરાતના 64 ડેમ છલોછલ  28 એલર્ટ પર

રાજ્યમાં સરેરાશ 720.78 મીમી વરસાદ, સૌથી વધુ કચ્છ ઝોનમાં 84.58 ટકા પાણી પડયું

Advertisement

16 જૂને નૈઋત્યના ચોમાસાનું આગમન થયું, તે બાદ બે મહિના સુધી મેઘરાજાએ રાજ્યના અલગ-અલગ ભાગોમાં તોફાની બેટિંગ કરી હતી. જો કે ઑગસ્ટ શરૂૂ થતાં જ વરસાદનું જોર ઘટી ગયું હતો, પરંતુ બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમના કારણે દસેક દિવસથી ફરીથી મેઘરાજા અલગ-અલગ ભાગોને ઘમરોળી રહ્યા છે. જેના પગલે અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો સરેરાશ 81.74 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, અત્યાર સુધી રાજ્યમાં એકંદરે 720.78 (29 ઈંચ) મિ.મી વરસાદ વરસી ચૂક્યો છે. જે પૈકી 39 તાલુકા એવા છે, જ્યાં 1000 મિ.મી.થી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે ગત ર્ષે સિઝનમાં 1263.90 મિ.મી અર્થાત 143.14 ટકા વરસાદ વરસ્યો હતો.

જો ઝોન પ્રમાણે વરસાદના આંકડા જોઈએ તો, કચ્છ રીઝનમાં સૌથી વધુ 84.58 ટકા વરસાદ ખાબક્યો છે. આ સિવાય ઉત્તર ગુજરાત ઝોનમાં 83.59, સૌરાષ્ટ્રમાં 81.25 અને દક્ષિણ ગુજરાત ઝોનમાં 84.38 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતના 206 જળાશયો પૈકી 91ને હાઈ એલર્ટ, 28ને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જ્યારે સરદાર સરોવર તેની કુલ ક્ષમતાના 84 ટકા જેટલો ભરાઈ ચૂક્યો છે.

Advertisement

ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં રાજ્યમાં 5191 લોકોનું સ્થળાંતર તેમજ 934 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા માછીમારોને 28 ઓગસ્ટ સુધી દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે. આજે આખા દિવસ દરમિયાન છોટા ઉદેપુરના સંખેડામાં 101 મિ.મી, ડભોઈમાં 80 મિ.મી, દાંતામાં 68 મિ.મી., ઈડરમાં 63 મિ.મી, રાધનપુરમાં 61 મિ.મી મળીને 47 તાલુકામાં 1 ઈંચથી વધુ અને 13 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

જ્યારે છેલ્લા 2 કલાકમાં 67 તાલુકામાં પડેલા વરસાદ પૈકી પંચમહાલના મોરવા હડફમાં સૌથી વધુ 27 મિ.મી વરસાદ વરસ્યો છે. આ સિવાય ક્વાંટમાં 22 મિ.મી, રાધનપુરમાં 20 મિ.મી વરસાદ વરસ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement