યોર રેસ્ટોરન્ટ એન્ડ પાર્સલમાંથી 62 કિલો વાસી ખોરાકનો નાશ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શીરોમણી કોમ્પ્લેક્ષ, કવિ નાનાલાલ માર્ગ, બાલાજી મંદિર સામે, ભૂપેન્દ્ર રોડ, રાજકોટ મુકામે આવેલ "યોર રેસ્ટોરેન્ટ એન્ડ પાર્સલ" પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી પ્રિપેર્ડ-ફૂડ, વાસી શાકભાજી તથા એક્સપાયરી ચીઝ સોસ વગેરે મળીને અંદાજીત 62 કિ.ગ્રા. વાસી અખાદ્ય જથ્થોનો સ્થળ પર નાશ કરવામાં આવેલ.
તેમજ પેઢીની તપાસ દરમિયાન કિચન અને સ્ટોરેજ સ્થળ પર હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા ખાદ્યચીજો મુજબ સ્ટોરેજની યોગ્ય પધ્ધતિ જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ. તેમજ સ્થળ પરથી ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ "પંજાબી સબ્જી માટેની ગ્રેવી, પનીર, તથા રેડ ચીલી સોસ" ના નમૂના લેવામાં આવેલ હતાં અને અન્ય 20 એકમોમાં ચકાસણી કરી 8ને લાયસન્સ અંગે નોટીસ આપવામાં આવી હતી.
ફૂડ વિભાગની ટીમ તથા વાન સાથે શહેરના પી.ડી.એમ. કોલેજ સામે, ગોંડલ રોડ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ.
જેમાં 08 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ. જેમાં (01)બાલાજી દાળ-પકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)સાઈ મદ્રાસ કાફે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)સાઈ દાળ પકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04) મારુતિ દાળ-પકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)જય અંબિકા દાળ-પકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)ભવાની દાળ-પકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)આશાપુરા દાળ-પકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)ક્રીષ્ના મદ્રાસી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ તથા (09)દિલ્લીવાલે છોલે ભટુરે (10)અન્ના મદ્રાસ કાફે (11)અન્ના ઇડલી સંભાર (12)બાલાજી મદ્રાસ કાફે (13)બાલાજી ઇડલી સંભાર (14)બાલાજી દાળ પકવાન (15)બાલાજી ભૂંગળા બટેટા (16)જય ભવાની દાળ પકવાન (17)પટેલ વડાપાઉ (18)રાજમંદિર રેસ્ટોરન્ટ (19)સંગિતા રેસ્ટોરન્ટ (20)શિવશક્તિ પૌવાની ચકાસણી કરવામાં આવેલ હતી.