ભાવનગરમાં ધો. 10 અને 12ની 61193 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થા અને સ્કવોડ સહિતની કામગીરી માટે સમિતિ રચાઈ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 1રની વાર્ષિક પરીક્ષા આગામી તા. ર7 ફેબ્રુઆરી શરૂૂ થવા જઈ રહી છે. જેમાં ધો. 10માં ભાવનગર તી 37373 વિદ્યાર્થી ધો. 1ર સા.પ્ર.માં 17454 અને ધો. 1ર વિ.પ્ર.માં 6366 વિદ્યાર્થી પરીક્ષા આપનાર છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી પરીક્ષાને લઈ એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે જિલ્લા પરીક્ષા સમિતિની રચના કરવા સહિત તેને લગત કાર્યોની સુચી પણ જાહેર કરાઈ છે. જે મુજબ સ્થળ સંચાલકોની મિટીંગ કરી સુચના તથા તાલીમ આપવી, પરીક્ષા સ્થળોનું પ્રત્યેક્ષ નિરિક્ષણ, કાયદો - વ્યવસ્થા જાળવવા પોલીસનું આગોતરૂૂ આયોજન, જરૂૂર જણાય તેવા પરીક્ષા કેન્દ્રો પર સ્કોડ મોકલવાનું આયોજન કરવા, પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલ અધિકારી, કર્મચારીને ઓળખપત્ર આપવા, પરીક્ષા સ્થળે ફરિયાદ પેટી, સુચના પેટીની વ્યવસ્થા કરી રોજે રોજ ખોલવા અને તેના નિરાકરણની વ્યવસ્થા કરવા, પરીક્ષા શરૂૂ થવાથી પૂર્ણ થાય ત્યાં સુધી સીસી ટીવી કેમેરાનું રેકોર્ડીંગ અવિરત ચાલુ રાખવા, પેટી રાખવા, પરીક્ષાર્થીઓ જો ખુદ મોજા પહેરીને આવેલ હોય તો પરીક્ષા ખંડ બહાર કાઢી પ્રવેશ આપવા, ધો. 10માં કેલ્યુલેટર પર મનાઈ અને ધો. 1રમાં સાદુ કેલ્યુલેટર વિદ્યાર્થી લઈ જઈ શકશે. આમ વિવિધ સુચનાઓ જારી કરાઈ છે.
ભાવનગર જિલ્લામાં ધો. 1ર સામાન્ય પ્રવાહમાં રેગ્યુલર, રીપીટર, આઈસોલેટેડ એમ કુલ મળી 8961 ભાઈઓ અને 8493 બહેનો એમ કુલ 17454 વિદ્યાર્થી નોંધાયા છે. તો બોટાદમાં 5330 નોંધાયા છે. ધો. 1ર વિ.પ્ર.માં ભાવનગરમાં 6366 અને બોટાદમાં 869 વિદ્યાર્થી નોંધાયા છે. તો ધો. 10માં ભાવનગરના 37373 છાત્રો અને બોટાદમાં 10311 પરીક્ષાર્થી નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.