For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બંદોબસ્તમાં બહાનાબાજી કરનાર 600 હોમગાર્ડ જવાનો ઘરભેગા, ભારે દેકારો

05:19 PM Sep 03, 2025 IST | Bhumika
બંદોબસ્તમાં બહાનાબાજી કરનાર 600 હોમગાર્ડ જવાનો ઘરભેગા  ભારે દેકારો

રાજકોટ શહેર અને જીલ્લાના સુરક્ષા વ્યવસ્થામાં મહત્વનો ફાળો આપતા 600 જેટલા હોમગાર્ડ જવાનોને ફરજ મોકૂફ કરવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો છે.રાજકોટ શહેર અને જીલ્લા માંથી ગણેશ મહોત્સવ માટે સુરત સહિતના અન્ય શહેરોમાં બંદોબસ્તની ફરજ સોપવામાં આવ્યા બાદ આવા 600 જેટલા હોમગાર્ડ ફરજ ઉપર હાજર થયા ન હતા અને ગેરહાજરી બાબતે અલગ અલગ બહાના બતાવ્યા હતા. હોમગાર્ડ કમાન્ડરને આ બાબત ધ્યાને આવતા શહેર અને જીલ્લના 600 જેટલા હોમગાર્ડને પોલીસ મથક અને રાત્રી ફરજ ઉપરથી મોકૂફ કરવામાં આવ્યા છે. એક સાથે 600 હોમગાર્ડને ફરજ મોકૂફ કરવામાં આવતા હવે તેની અસર શહેર અને જીલ્લાના રાત્રી બંદોબસ્ત ઉપર થશે.

Advertisement

હોમગાર્ડ જવાનો માટે આ નિરાશાજનક સમાચાર છે. શહેર અને જીલ્લામાં ફરજ બજાવતા 600 જેટલા હોમગાર્ડ જવાનોને તાત્કાલિક અસરથી ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યા છે. આ નિર્ણય અંગે હોમગાર્ડ કમાન્ડન્ટ કે.ડી.કાનાણીએ જણાવ્યું છે કે શહેર અને જીલ્લાના 600 જેટલા હોમગાર્ડ જવાનોને સુરત સહીત અલગ અલગ શહેરોમાં ગણેશ મહોત્સવના બંદોબસ્ત માટે મોકલવામાં આવ્યા હતા.

રાજકોટ શહેર અને જીલ્લા માંથી 600 હોમગાર્ડને મોકલવાના હતા. કલમ 4(1) મુજબ બંદોબસ્તમાં સંખ્યા ન થતા નિર્ણય લેવામાં આવ્યો છે. દરરોજ નાઈટ ડ્યુટી સહિતની ફરજ બજાવતા હોમગાર્ડ જવાનો માટે આ નિર્ણય અચાનક આવતી મુશ્કેલી સમાન સાબિત થયો છે. રોજગારીના આધારરૂૂપ જવાનું મળતું વેતન હવે અચાનક બંધ થતાં અનેક જવાનો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. હોમગાર્ડ કમાન્ડર દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી કે ફરજ મોકૂફનો આ સમયગાળો કેટલો લાંબો રહેશે. આથી જવાનો હવે આશા રાખી રહ્યા છે કે તેમની ફરજ ફરીથી વહેલી તકે પુન:શરૂૂ કરવામાં આવે અને રોજગારની સ્થિરતા પ્રાપ્ત થાય જોકે આ મામલે હવે નિર્ણય લેવાશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement