For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિવાળીમાં લોભામણી જાહેરાતોમાં ફસાતા 60 ટકા લોકો

12:11 PM Oct 08, 2025 IST | Bhumika
દિવાળીમાં લોભામણી જાહેરાતોમાં ફસાતા 60 ટકા લોકો

તહેવાર ટાણે જ સાયબર ગઠિયાઓ ફૂલ એક્ટિવ મોડમાં, ઓનલાઈન ક્રાઈમમાં વધારો થવાની ચેતવણી આપતા એકસપર્ટ: 2024 સુધીમાં ગુજરાતીઓએ ગુમાવ્યા 22000 કરોડ

Advertisement

દેશમાં વધી રહેલા સાયબર ક્રાઈમને ઘટાડવા માટે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે તેમ છતાં પણ સાયબર ક્રાઈમનો આંકડો ઘટવાને બદલે દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે દિવાળીનો પર્વ નજીક છે તેવામાં શહેરીજનોએ સાવચેત રહેવાની જરૂૂર છે. કારણ કે દિવાળી ટાણે સાયબર ક્રાઈમના કેસોમાં 60%નો વધારો થતો હોય છે.

દિવાળી જેવા મોટા પર્વમાં લોકો ખરીદી કરતા જ હોય છે, જેનો ફાયદો ઉઠાવી સાયબર ગઠિયાઓ ઓનલાઈન એપ્લિકેશન થકી કે સોશિયલ મીડિયામાં લોભામણી લાલચો વાળી જાહેરાતો આપીને શિકાર બનાવતા હોય છે. જેમાં મોંઘીદાટ ચીજવસ્તુઓ સસ્તા ભાવે વેચવા જેવી જાહેરાતોથી આકર્ષાઈને ગ્રાહકો આવા સાયબર ગઠિયાના શિકાર બનતા હોય છે.

Advertisement

આવી જાહેરાતોમાં પેમેન્ટ કર્યા પછી ગ્રાહકો મગાવેલી ચીજવસ્તુ ડિલિવર થતી નથી અથવા તો જે ચીજવસ્તુ ડિલિવર થાય છે તે હલકી ગુણવત્તા વાળી તેમજ મગાવેલી ચીજવસ્તુ કરતા અલગ જ હોય છે અને આ પ્રકારનું ફ્રોડ થયા પછી ગ્રાહક કોઈપણ જગ્યાએ ફરિયાદ કરી શકતો નથી, કારણ કે સાયબર ગઠિયાઓએ છેતરપિંડી કરવા માટે ટેમ્પરરી વેબસાઈટ બનાવી હોય છે. જેમાં કસ્ટમર સપોર્ટ જેવા કોઈ ઓપ્શન હોતા જ નથી. આવા સાયબર ક્રાઈમના બનાવો નવરાત્રિ અને દિવાળી સમયે વધુ થતા હોય છે. વર્ષ 2023માં નવરાત્રિ અને દિવાળી ટાણે 54 ટકા અને 2024માં 66 ટકા સાયબર ક્રાઈમના બનાવો વધારે નોંધાયા હતા.

દિવાળી ટાણે સોશિયલ મીડિયામાં સ્પોન્સર જાહેરાત આવતી હોય છે. જેમાં મોટાભાગની જાહેરાત સાયબર ગઠિયાઓ છેતરપિંડી કરવા માટે આપતા હોય છે. મોટાભાગની છેતરપિંડી આવી જ જાહેરાતો થકી થતી હોય છે અને આ જ કારણથી સાયબર એક્સપર્ટ યુવાનો તેમજ ઓનલાઈન શોપિંગ કરનારાને શોપિંગ કરતા પહેલા વેબસાઈટની ખરાઇ કરવાની સલાહ આપે છે.

આ વેબસાઈટ ઓપન કરી તેમાં કોઈપણ વેબસાઈટની લિંક નાખવાથી તે વેબસાઈટ ક્યારે બની છે, તેના માલિક કોણ છે , ૠજઝ નંબર સહિતની તમામ વિગતો મળી જશે. દર વર્ષે સાયબર ક્રાઈમના ગુનાઓમાં વધારો થતો હોય છે. જાન્યુઆરી 2020થી મે 2023 સુધી નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર ગુજરાતના 1.59 લાખ લોકોએ છેતરપિંડી માટેની અરજી કરી છે. આ સાથે જ દેશના સાયબર ક્રાઈમ ટાર્ગેટેડ 9 રાજ્યમાં ગુજરાતનો સમાવેશ થાય છે અને આ જ કારણથી સાયબર એક્સપર્ટ ઓનલાઈન શોપિંગ માટે ઓથેન્ટિક વેબસાઈટ કે એપ્લિકેશનથી જ શોપિંગ કરવાની સલાહ આપે છે.

એક આંકડા પ્રમાણે ઈન્ડિયન ઑનલાઈન શોપિંગ ડેટા 2024 સુધી ભારતીય નાગરિકો સાથે 22,000 કરોડ રૂૂપિયાનું સાયબર ફ્રોડ થયું છે, જો નાગરિકોમાં સાયબર ફ્રોડ બાબતે જાગૃતિ નહીં આવે તો આ ફ્રોડનો આંકડો હજુ પણ વધતો જ રહેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement