રાજકોટમાં દિવાળી ઉપર ફટાકડા ફોડતાં 60 વ્યક્તિ દાઝયા
બર્ન્સ વિભાગ ખાતે ખાસ ઉભા કરાયેલા વોર્ડમાં નિષ્ણાત તબીબો અને પ્લાસ્ટિક સર્જન ફરજ ઉપર તૈનાત રહ્યા
5 વર્ષના બાળકથી લઈ 60 વર્ષના વૃધ્ધ દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
રાજકોટમાં દિવાળીનો તહેવાર ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવાયો હોય લોકોએ ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી હોય જો કે દિવાળીની રાત્રે ફટાકડા ફોડવાથી દાઝી જવાના બનાવો વધું બન્યા હતાં. રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ફટાકડા ફોડવાથી દાઝી જવાના 60 જેટલા કેસ નોંધાયા હોય જેમાં પાંચ વર્ષના બાળકથી લઈને 60 વર્ષના વૃધ્ધ સુધીના લોકો ફટાકડા ફોડતા દાઝી ગયા હોય જેમને તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં. સિવિલ હોસ્પિટલ ખાતે બન્સ વોર્ડમાં ખાસ ઉભા કરાયેલા વોર્ડમાં દાઝી ગયેલા લોકોને સારવાર આપવામાં આવી હતી. જેમાં નિષ્ણાંત તબીબો અને પ્લાસ્ટીક સર્જનની ટીમને તૈનાત રાખવામાં આવી હોય અને તાત્કાલીક આવા કેસમાં સારવાર આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ફટાકડા ફોડતા દાઝી જવાના 60 જેટલા કેસ એક જ રાતમાં સિવિલ હોસ્પિટલમાં નોંધાયા હોય જેને લઈને હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.મોનાલી માકડીયાના માર્ગદર્શન હેઠળ આગોતરી વ્યવસ્થા કરવામાં આવી હતી.જેને કારણે દાઝી ગયેલા લોકોને તાત્કાલીક સારવાર મળી શકે ફટાકડા ફોડતાં દાઝી જવાના અલગ અલગ 60 કેસોમાં રેલનગરનો ધીરૂ દીપુભાઈ નામનો બાળક તથા પાંચ વર્ષનો મંથન રાજુભાઈ (રહે.શિવનગર)ને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. ઉપરાંત દાઝી જવાના કેસમાં લક્ષ્મીનગરના સન્ની હેમંતસિંહ (ઉ.22), ભોમેશ્ર્વરના 84 વર્ષના, રેવા દેવાભાઈ, પોલીસ હેડકર્વ્ટરમાં રહેતા 10 વર્ષના શિવભદ્રસિંહ અશોકસિંહ, જંગલેશ્ર્વરના 13 વર્ષના કરણ કિશોરભાઈ, સંતકબીર રોડના 24 વર્ષના કમલભાઈ, મોરબી રોડ પર રહેતા 20 વર્ષિય સોયબભાઈ, જામનગર રોડ પર રહેતાં 6 વર્ષના નિનોર કેતનભાઈ, રેલનગરના 10 વર્ષના પ્રિયાંશ અજયભાઈ, આઠ વર્ષના બજરંગવાડીના અલી સબીરભાઈ, ક્રિસ્ટલ મોલ પાસે રહેતા 12 વર્ષના બન્ની પ્રકાશભાઈ, મોરબી રોડ પર રહેતા 17 વર્ષના યશ્ર્વિ ભાવેશભાઈ, માધવ વાટીકામાં રહેતા 10 વર્ષના ઋતિક અજીતભાઈ યાદવ, શહીદ ઉધમસિંહ આવાસમાં રહેતાં 16 વર્ષના કિશનભાઈ મહેશભાઈ, ભગવતીપરાના 9 વર્ષના સાજીયા સોહેબભાઈ, માર્કેટીંગ યાર્ડ પાસે રહેતાં 27 વર્ષના મહેશ દિલીપભાઈ, મોરબી રોડ પર રહેતાં 11 વર્ષના રાજીવ મનોજભાઈ તન્ના, કુવાડવા રોડ પર રહેતા 40 વર્ષના નિલેશ ગજ્જર, ચંદ્રપાર્કના 32 વર્ષના વિશાલ જગદીશભાઈ, ચામુંડાનગરમાં રહેતાં 13 વર્ષના જયદીપ સુરેશભાઈ, થોરાળાના 20 વર્ષના યશવંત મોહનભાઈ, ગંજીવાડાના 27 વર્ષના જયભાઈ પરમાર, મનહરપુરના 14 વર્ષના મનોજ ભરતભાઈ, ભગવતીપરાના 14 વર્ષના રાયધન મનસુખ, વિરમાયા પ્લોટના 56 વર્ષના નાગજીભાઈ ચાવડા, હોટલ નોવા રજપૂતપરામાં રહેતા જોયસિંગ મહેન્દ્ર, માધાપરના 20 વર્ષના કુલદીપ પરાલીયા, વિશ્ર્વકર્મા સોસાયટીમાં રહેતા 45 વર્ષના મયુર રાજુભાઈ, મોરબી રોડ પર રહેતા 45 વર્ષના રાજુભાઈ હરિભાઈ, ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતા 28 વર્ષના પંકજભાઈ, નાનામવા ચોકડી પાસે રહેતા સાત વર્ષના લાલજી સોલંકી, દુધસાગર રોડ પર રહેતા 26 વર્ષના સંદીપ કિશોરભાઈ, માર્કેટીંગ યાર્ડ પાસે રહેતા 30 વર્ષના વિક્રમ ગોહેલ, હનુમાન મઢી પાસે રહેતા 49 વર્ષના ટવીંકલબેન દવે, વોરાવાળમાં રહેતા રબાબબેન કપાસી, જુલેલાનગરમાં રહેતા 15 જયમીન કમલેશભાઈ, માયાણી ચોકમાં રહેતા 20 વર્ષના પાર્થભાઈ, મંછાનગરમાં રહેતા 25 વર્ષના જયદીપભાઈ ગોંડલીયા, આશાપુરાનગરમાં રહેતા 40 વર્ષના ચિરાગભાઈ, કાલાવડ રોડ પર રહેતા 22 વર્ષના અભિષેકભાઈ, નાણાવટી ચોકમાં રહેતા 28 વર્ષના મનીષાબેન રાઠોડ, માનસરોવરપાર્કમાં રહેતાં 26 વર્ષના સુમન ગુપ્તા, આનંદનગર કોઠારીયા રોડ પર રહેતા સુમીત હિતેશભાઈ, રૈયા ચોકડી પાસે રહેતા 27 વર્ષના જેનીલ સતીષભાઈ, થોરાળાના 22 વર્ષના દર્શિત રાઠોડ, જંકશન પ્લોટમાં રહેાત 20 વર્ષના સલમાનભાઈ અને ભગવતીપરાના 27 વર્ષના હિતેશ રમેશભાઈ દાઝી જતાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં.
સિવિલ હોસ્પિટલ ખાતે દાઝી જવાના બનાવોને ધ્યાને લઈ ખાસ ઉભા કરાયેલા વોર્ડમાં અાં તમામની તાત્કાલીક સારવાર કરવામાં આવી હતી. હોસ્પિટલના તંત્રએ દિવાળીની રાત્રે આખી રાત ફરજ બજાવી સારવારમાં આવેલા દર્દીઓની તાત્કાલીક સારવાર કરી હતી.
