For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લાપાસરી ગામની સીમમાંથી જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા, બે ફરાર

05:44 PM Feb 03, 2024 IST | Bhumika
લાપાસરી ગામની સીમમાંથી જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા  બે ફરાર

કોટડાસાંગાણી રોડ પર લાપાસરી ગામની સીમમાંથી પોલીસે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સોને ઝડપી પાડી રૂા.54200ની રોકડ સહિત કુલ રૂા.1.67 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એમ.જે. હુણ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન કોટડાસાંગાણી રોડ પર ખોખડદડથી આગળ લાપાસરી ગામની સીમમાંથી જુગાર રમતા કાળુ છોટુભાઈ ભરદ્વાર, બાબુ અંબાલાલ પવાર, ગૌતમ વિનુભાઈ લંગાળીયા, પ્રવિણ ભીમજીભાઈ ધામેલીયા, અરવિંદ બાબુભાઈ જરીયા અને વિશાલ ગોપાલભાઈ જરીયાને ઝડપી પાડી પટ્ટમાંથી રૂા.54200ની રોકડ તથા મોબાઈલ નં.6 અને વાહન નં.2 મળી કુલ રૂા.1.67 લાખનો મુદ્ધામાલ કબજે કર્યો હતો. જ્યારે દરોડા દરમિયાન રવિ જરીયા અને કરણ શામજી જરીયા નાશી છુટતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement