સિટી બસના 6 નવા રૂટ જાહેર, 11 નવી ઈલેક્ટ્રિક બસ દોડાવાશે
મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રીના હસ્તે 25 નવી સીટીબસનું લોકાર્પણ કરવામાં આવ્યું અને 25 પૈકી 18 બસ નવા છ રૂટ ઉપર દોડાવવામાં આવશે. તેમજ બાકીની સાત બસને વધુ પેસેન્જર હોય તે પ્રકારના સાત રૂટ ઉપર દોડાવામાં આવશે તેમ જણાવવામાં આવેલ છે.
જેમાં નીચે મુજબ ના 06(છ) નવા રૂૂટ પર 18(અઢાર) બસ ઉમેરવામાં આવેલ છે. 1)રૂૂટ નં -53 ભકિનગર સ્ટેશન થી જિલ્લા અને સેશન કોર્ટ 2) રૂૂટ નં-60ત્રિકોણબાગ થી રાવકી GIDC 3) રૂૂટ નં-67 ત્રિકોણબાગ થી ગર્વમેન્ટ એન્જીનીંયરીંગ કોલેજ 4) રૂૂટ નં -81 ગોકુલ પાર્ક (માંડા ડુંગર) થી એઈમ્સ હોસ્પિટલ 5) રૂૂટ નં -89 ત્રિકોણબાગથી વિઠ્ઠલભાઈ રાદડિયા ચોકડી 6) રૂટ નં -91 વગળચોક થી ત્રંબા ગામ આ ઉપરાંત કુલ 04(ચાર) રૂૂટ માં લોકોની સુવિધા વધારવા માટેવધારાની 7(સાત) નવી બસોનો વધારો કરવામાં આવેલ છે. 1) રૂૂટ નં-8મવડી ગામ થી ગ્રીનલેન્ડ ચોકડી 2) રૂૂટ નં-23 મનસુખભાઈ છાપીયા ટાઉનશીપ થી પ્રદ્યુમન પાર્ક 3) રૂૂટ નં-36ભકિતનગર સર્કલ થી બાધીનું પાટીયું 4)રૂૂટ નં-58માધાપર ચોક થી એઇમ્સ હોસ્પિટલ સુધીના રૂટમાં વધારો કરવામાં આવ્યો છે.
ઉક્ત બસનો ઉમેરો થતા સિટી બસ તથા બીઆરટીએસ સેવા અંતર્ગત હાલમાં કુલ ટોટલ 224 બસ દ્વારા કુલ 79 રૂૂટ પર પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે. તેમજ શહેરમાં સિટી બસ સેવાના હયાત રૂૂટ તેમજ નવા રૂૂટ ચાલુ કરવા બાબતે રૂૂટ રેશનાલાઇઝેશન અંગેની કામગીરીમાં જર્મનીની એજન્સી GIZ સાથે ભારત સરકારના આવાસ, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA), જર્મન ફેડરલ મિનિસ્ટ્રી ફોર ઇકોનોમિક કો-ઓપરેશન (BMZ) દ્વારા કમિશન્ડ કરાયેલ સસ્ટેનેબલ અર્બન મોબીલીટી, એર ક્વોલીટી, ‘ક્લાઇમેટ એક્શન અને એક્સેસિવીલીટી (SUM-ACA)’ સંબંધિત ક્ષેત્રના પ્રોજેક્ટની અમલવારી માટેનોટેકનીકલ સહ્યોગ વિનામુલ્યે આપવામાં આવી રહેલ છે.