For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

26મીએ મુખ્યમંત્રીના હસ્તે 575 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

03:49 PM Mar 12, 2025 IST | Bhumika
26મીએ મુખ્યમંત્રીના હસ્તે 575 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત

મહાનગરપાલિકાના અલગ અલગ 500 કરોડના તેમજ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના 75 કરોડના પ્રોજેક્ટ કાર્યરત થશે

Advertisement

કટારિયા સર્કલ બ્રિજ, સ્પોર્ટ કોમ્પલેક્સ, ઘંટેશ્ર્વરથી કોરાટ ચોકડી સુધીનો ફોરલેન રોડ સહિતના મુખ્ય પ્રોજેક્ટનો સમાવેશ

મહાનગરપાલિકા દ્વારા બ્રીજ, રોડ, રસ્તા સ્પોર્ટ કોમ્પલેક્ષ સહિતના પ્રોજેક્ટો હાથ ધર્યા છે. તેવી જ રીતે રૂડા વિસ્તારના પણ રોડ રસ્તા સહિતના કામો શરૂ કરવામાં આવ્યા છે. તેમજ ટેન્ડર પ્રક્રિયાપૂર્ણ થઈ ગયેલ છે અને કામ ચાલુ થવાના બાકી છે. તેવા તમામ કામોના લોકાર્પણ અને ખાત મુહુર્ત માટે આગામી 26 માર્ચના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજકોટ ખાતે આવી કુલ રૂા. 575 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. તેમજ મનપાના સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવ્યું છે.

Advertisement

મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરના જણાવ્યા મુજબ આગામી સપ્તાહે તા. 26 માર્ચના રોજ મુખ્ય મંત્રી એક કાર્યક્રમ અંતર્ગત સવારે મોરબી આવશે ત્યાર બાદ રાજકોટ ખાતે મહાનગરપાલિકા અને રૂડાના રૂા. 575 કરોડના અલગ અલગ કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કરસે. મહાનગરપાલિકાના મુખ્ય કામો પૈકી કટારિયા ચોકડી ખાતે રૂા. 167.25 કરોડના ખર્ચે તૈયાર થનાર બ્રીજનું ખાતમુહુર્ત તેમજ મવડી વિસ્તારમાં તૈયાર થયેલ રૂા. 22.34 કરોડનું સ્પોર્ટ કોમ્પલેક્ષનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા તા. 3 માર્ચ સુધી પુર્ણ થયેલા કામો અને ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ હોય અને ખાતમુહુર્ત બાકી હોય તેવા કામોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. અને આ તમામ કામોનું ખાતામુહુર્ત અને લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશ.ે રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના અલગ અલગ પ્રોજેક્ટ પૈકી ઘંટેશ્ર્વરથી કોરાટ ચોકડી સુધીના રીંગરોડ-2ના ફોર લેનના 100 કરોડના કામનું ખાતમુહુર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.

મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં મોટા પ્રોજેક્ટ તેમજ અન્ય કામોની ટેન્ડર પ્રક્રિયા કરી વર્કઓર્ડર આપી દેવામાં આવ્યા છે. જે કામ શરૂ થવામાં છે. તેવી જ રીતે છેલ્લા બે વર્ષથી કામ ચાલુ હોય અને તાજેતરમાં પુર્ણ થયા હોય તેવા પ્રોજેક્ટોનું લોકાર્પણ સહિતના કામો કરવાના બાકી હોય મુખ્યમંત્રીને આમંત્રણ પાઠવવામાં આવેલ જેનો સ્વીકાર કરી આગામી તા. 26ના રોજ મહાનગરપાલિકાના 500 કરોડના અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના 75 કરોડના કામોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ત્રણેય ઝોનમાં 500 કરોડના પ્રોજેક્ટ
મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ પ્રોજેક્ટો માટેની તૈયારીઓ કરેલ જેની ટેન્ડર પ્રક્રિયા અને વર્કઓડર્ર સહિતની કાર્યવાહી પૂર્ણ થઈ ગયેલ છે અને આ તમામ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત મુખ્યમંત્રીના હસ્તે તા. 26ના રોજ થનાર છે. જેમાં સૌથી વધુ વેસ્ટઝોન વિસ્તારમાં બ્રીજ સહિતના 268 કરોડના કામો તથા સેન્ટ્રલજોનમાં 13.35 કરોડના કામો અને ઈસ્ટઝોનમાં 45.80 કરોડ સહિતના અંદાજે રૂા. 500 કરોડના પ્રોજેક્ટો શરૂ કરવામાં આવશે. અન્થા અમુક કામનું ખાતમુહુર્ત થયા બાદ શરૂ કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement