રાજકોટની પાંચ નગરપાલિકાની 168 બેઠક પર 571 ફોર્મ ભરાયા: આવતીકાલે ચિત્ર સ્પષ્ટ થશે
રાજકોટ સહિત રાજ્યભરની નગરપાલિકાના અને તાલુકા પંચાયતની ચૂંટણી આગામી 16 ફેબ્રુઆરી મતદાન અને 18 ફેબ્રુઆરી પરિણામ જાહેર થશે. રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકામાં અને છ તાલુકા પંચાયતની બેઠકો પર ચૂંટણી યોજવા જઈ રહી છે.
જેને કલેક્ટર તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી. અને આજથી ચકાસણી પણ શરૂૂ કરી દેવામાં આવી છે. આવતીકાલે સાંજ સુધીમાં ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકાનની 168 બેઠકો પર 571 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.
જેમાં જસદણ બેઠક પર 78 , જેતપુર નવાગઢ બેઠક પર 173, ધોરાજી બેઠક પર 135, ભાયાવદર બેઠક પર 73, ઉપલેટા બેઠક પર 112 જેટલા ફોર્મ ભરાયા છે.
આજે ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આવતી કાલે સાંજ સુધીમાં બધી જ બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
જિલ્લાની છ જેટલી બેઠકો પર તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે.18 જેટલા ઉમેદવારોએ પોતાને ઉમેદવારી નોંધાવી છે. ગોંડલ ની સુલતાનપુર બેઠક પર 03, ઉપલેટાની ડુમિયા ની બેઠક પર03, ઉપલેટાની પાનેલી બેઠક પર 03, જસદણની આંગળી 04, જસદણની ભાડલાની બેઠક 04, એમ કુલ છ બેઠક પર 18 જેટલા ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી આજે વહેલી સવારથી જ ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આછી હતી. ત્યારબાદ 4 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવાર પોતાના ફોર્મ પણ પરત ખેંચી શકશે
6ના.મામલતદાર અને 7 કલાર્કને ચૂંટણીની જવાબદારી સોંપાઇ
રાજકોટ જિલ્લાની નગરપાલિકા અને તાલુકા, જિલ્લા પંચાયતની બેઠકોની ચૂંટણી અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામની વેંહચણી કરવામાં આવી છે. જેમાં 6 નાયબ મામલતદાર અને સાત કલાર્કને ચૂંટણી કામગીરીની જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત ત્રણ નાયબ મામલતદારની બદલી કરવામાં આવી છે.